///

રાજ્યસભાની ચૂંટણી પેહલા રાજકીય તોડફોડ શરૂ કોંગ્રેસના નેતાઓને ભાજપમાં જોડાવા ખુલ્લું આમંત્રણ

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર ચાલી રહ્યુ છે. જેમાં ભાજપ-કોંગ્રેસ સામ-સામે આવીને એકબીજા પર પ્રહારો કરતા રહે છે જેનો વિવાદ બની જાય છે. આજે ભાજપનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તો જાહેરમાં કોઇના ડર વગર વિધાનસભામાં સોદેબાજી શરૃ કરી દીધી હતી. જેમાં કોંગ્રેસની પાર્ટીને હરાવવા માટે કોંગેસના ધારાસભ્યોને ભાજપમાં આવવા જણાવી સોંદેબાજી કરી હતી.ગુજરાત રાજયનાં ગૃહમંત્રી પ્રદીપસિંહે આજે વિધાનસભામાંજ કોંગ્રેસનાં ધારાસભ્યને ભાજપ પક્ષમાં જોડાવવાની ખુલ્લી ઓફર આપી દીધી હતી.

ગૃહમંત્રીએ આજે વિધાનસભામાં જણાવ્યુ હતુ કે, રાજયસભાની ચૂંટણી આવે જ છે, તમારે આવવું હોય તો આવી શકો છો. ગુજરાતવિધાન સભામાં બજેટની કામગીરી દરમિયાન કોંગ્રેસના નેતા ગુલાબસિંહ રાજપૂતે જેઠાભાઇને કહ્યુ કે, કુંવરજી, જવાહરભાઇ મંત્રી બનશે તમે નહીં તેમના વિવાદાસ્પદ નિવેદન પર ગૃહમંત્રી પ્રદીપસિંહે કટાક્ષ કરી જવાબ આપતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસી નેતાને ભાજપમાં જોડાવવાની ઓફર કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published.