//////

રાજ્યસભાના 2 સાંસદનું નિધન, આગામી સમયમાં યોજાઇ શકે છે રાજ્યસભાની ચૂંટણી

ગુજરાત રાજ્યસભાની કુલ બેઠકોમાંથી છેલ્લા કેટલાક દિવસમાં જ 2 બેઠક ખાલી થઈ છે. 25 નવેમ્બરે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત રાજ્યસભાની બેઠક પરથી રાજ્યસભાના સભ્ય અહેમદ પટેલનું કોરોના સંક્રમણથી નિધન થયું હતું. ત્યારે આજે ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું પણ કોરોનાને કારણે નિધન થયું છે. ત્યારે હવે ગુજરાત રાજ્ય સભાની 2 બેઠકો ખાલી થઈ છે.

કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલ અને ભાજપના રાજ્ય સભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે. જેને ધ્યાનમાં લઈને રાજ્યસભાની ચૂંટણી ફરીથી યોજવામાં આવશે.

મહત્વની વાત કરવામાં આવે તો આ બંને પક્ષ ભાજપ અને કોંગ્રેસના એક એક સભ્યનું સંક્રમણના કારણે મોત નીપજ્યું છે. ત્યારે વધુ બેઠકો એટલે કે સૌથી વધુ બેઠકો કોઈ પક્ષ લઈ જશે તે બીજી વાત કરવામાં આવે તો વિધાનસભામાં ભાજપનું 111 સંખ્યાબળ છે, જેને ધ્યાનમાં લઈને બંને બેઠકો ભાજપ પક્ષ લઈ જાય તેવી પણ ચર્ચા હવે સામે આવી રહી છે.

ભાજપ અને કોંગ્રેસના બંને રાજ્યસભાના સાંસદ એવા અહેમદ પટેલ અને અભય ભારદ્વાજ બંને કોરોના સંક્રમિત થયા હતાં. છેલ્લા બે મહિનાથી બંનેની સારવાર ચાલી રહી હતી, જે પૈકી અહેમદ પટેલની નોઈડા ખાતે અને અભય ભારદ્વાજની ચેન્નઈ ખાતે કોરોનાની સારવાર ચાલી રહી હતી, પરંતુ અંતે બંને રાજ્ય સભાના સાંસદનું છ દિવસમાં જ નિધન થયું છે.

મળતી માહિતી મુજબ, જે રીતે રાજ્યસભાની બેઠકો ખાલી થઈ છે તેને જોતા આવનારા સમયમાં જ રાજ્યસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. ત્યારે કયા પક્ષ કેટલી બેઠકો લઈ જશે તે જોવું રહ્યું?

Leave a Reply

Your email address will not be published.