/

Big Breaking News : રાજ્યસભાની ચૂંટણી ભાજપ શંભુ પ્રસાદના ઘૂંટણિયે પડશે ?

રાજ્યસભાની ચૂંટણી પુરજોશ માં તૈયારીઓ ચાલી રહી છે તારીકહો નક્કી થઇ ગઈ છે ત્યારે ભાજપ હવે પોતાના ઉમેદવાર માટે અવઢવમાં છે ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં એક પ્રેક્ટિકલ થિયરી રહી છે જે થિયરી છે નો રિપીટએ ભાજપ શંભુપ્રસાદના કિસ્સામાં અપનાવશે કે પછી ભાજપ પોતાનું જ થુંકેલુ ચાટશે તેવો ઘાટ હાલ સર્જાણો છે હવે રાજ્યસભાના ઉમેદવારોના ફોર્મ ભરવાના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપના આગેવાન અને રાજ્યસભાના સાંસદ સંભુ પ્રસાદ પક્ષ પર દબાણ લાવી ને પોતાની રાજકીય વગ વધારી રહ્યા છે તેવી પણ ચર્ચા ચાલી રહી છે જોકે ભાજપ માટે રાજ્યસભાની ચૂંટણી આ વખતે સ્પષ્ટ બહુમતી હોવા છતાં માથાના દુખાવા સમાન બની જાય તેવા વર્તારા જોવાય રહ્યા છે

ગુજરાતના ચાર રાજ્યસભાના સાંસદોની ટર્મએ આગામી એપ્રિલ માસમાં પૂર્ણ થાય છે. વર્ષે 2014 માં ગુજરાત વિધાનસભાના સભ્ય બળ પ્રમાણે ભાજપના ત્રણ સભ્યો અને કોંગ્રેસના એક સભ્યને રાજ્ય સભામાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ વર્ષે 2017 ની વિધાનસભાની ચૂંટણી બાદ હવે સમીકરણો બદલાય છે. વર્તમાન સ્થિતિ પ્રમાણે ભાજપ પોતાના બે સભ્યો એ રાજ્ય સભામાં મોકલી શકે તેમ છે. જયારે કોંગ્રેસના ફાળે એક બેઠકનો ફાયદો જણાય આવે છે. એટલે કોંગ્રેસ પણ પોતાના બે સભ્યોએ રાજ્યસભામાં મોકલી શકશે. ત્યારે હવે ભાજપના અનુસૂચિત જાતિ મોરચામાં રાજ્યસભામાં જવા માટે હોડ લાગી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રદેશ ભાજપના અનુસૂચિત જાતિ મોરચા અને પ્રદેશના મોટા મોટા નેતાઓ એ રાજ્યસભામાં જવા માટે રાજકીય સોગઠાંઓ ગોઠવી રહ્યા છે. તો બીજી તરફ વર્તમાન સાંસદ સભ્ય અને દલિત ધર્મ ગુરુ શંભુ પ્રસાદ ટુંડીયા રાજ્યસભાની બીજી ટર્મ મળે તે માટે પ્રેસર ટેક્નિક અપનાવી રહ્યા નો ભાજપ સૂત્રોનો દાવો છે.

આગામી 9 એપ્રિલ 2020ના રોજ ગુજરાતની ચાર રાજ્ય સભા બેઠકોની ટર્મ એ પૂર્ણ થઇ રહી છે.વર્ષે 2014 માં આ ચાર બેઠકો માંથી એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મધુસુદન મિસ્ત્રી જયારે ભાજપના ત્રણ ઉમેદવાર ચુનીભાઈ ગોહેલ,શંભુ પ્રસાદ ટુંડીયા,અને લાલસિંહ વડોદિયાને રાજ્ય સભામાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ વર્ષે 2017ની વિધાનસભા ચૂંટણી બાદ હવે ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવાનું ગણિત બદલાયું છે. જેમાં હવે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષો એ પોતાના બે બે ઉમેદવારોએ રાજ્યસભામાં મોકલી શકશે. તો ગુજરાત પ્રદેશ ભાજપમાંથી રાજ્યસભામાં જવા માટે અત્યારથી જ લાંબી લાઈનો લાગી રહી છે..ખાસ કરીને પ્રદેશ ભાજપ અનુસૂચિત જતી મોરચાના મોટા મોટા નેતાઓએ રાજ્યસભામાં જવા માટે રાજકીય સોગઠાંઓ ગોઠવી રહ્યા છે.

કોણ કોણ હશે રાજ્યસભા ના ઉમેદવારો

ચાર રાજ્ય સભા ની બેઠક પર ચૂંટણી :-

  • મધુસુદન મિસ્ત્રી -10/04/2014 થી 9/04/2020 (કોંગ્રેસ)
  • ચુની ભાઈ ગોહેલ -10/04/2014 થી 9/04/2020 (ભાજપ)
  • શંભુ પ્રસાદ ટુંડીયા -10/04/2014 થી 9/04/2020 (ભાજપ)

જો રાજ્યસભામાં ગુજરાત પ્રદેશ ભાજપનું જ્ઞાતિગત સમીકરણ જોવા જઈ એ તો વર્તમાન સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શંભુ પ્રસાદ ટુંડીયાની ટર્મ સમાપ્ત થયા બાદ ફરી થી કોઈ દલિત નેતાને જ રાજ્ય સભામાં મોકલવા માટે પસંદ કરી શકે તેમ છે. તેવામાં વર્તમાન સાંસદ સભ્ય શંભુ પ્રસાદ ટુંડીયાએ પોતાને ફરી થી રાજ્યસભામાં પાર્ટી દ્વારા મોકલવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.પ્રદેશ ભાજપના પાર્ટી સૂત્રો દ્વારા જણાવ્યા પ્રમાણે આ માટે શંભુ પ્રસાદ ટુંડીયા દ્વારા પાર્ટી પર પ્રેસર ટેક્નિક અપનાવામાં આવી રહી છે.જે અંતર્ગત શંભુ પ્રસાદ ટુડીએ કોંગ્રેસના મોટા નેતાઓનો પણ સંપર્ક કર્યો છે.

જો શંભુ પ્રસાદ ટુંડીયાની રાજકીય બેકગ્રાઉન્ડ ની વાત કરવામાં આવે તો તેમના કાકા ચતુરદાસ ટુંડીયાને વર્ષે 1992માં ભાજપ દ્વારા જમાલપુર બેઠક પર વિધાનસભા ચૂંટણી લડવામાં આવી હતી. પરંતુ તે બેઠક પર ચતુરદાસ ને 300 મતે હાર મળી હતી. ત્યાર બાદ ચતુર દાસ ટુંડીયાએ કોંગ્રેસમાં જોડાય ગયા હતા. જયારે શંભુ પ્રસાદ ટુંડીયાને વર્ષે 2007માં દસાડા બેઠક પરથી ભાજપ માંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. તો પ્રદેશ ભાજપમાં પણ તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ અને વર્તમાન સમયમાં અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. તો વર્ષે 2014 માં તેમને રાજ્ય સભામાં મોકલવામાં આવ્યા હતા.

શંભુ પ્રસાદ ટુંડીયાએ ગુજરાતમાં દલિત સમાજના ધર્મ ગુરુ માનવામાં આવે છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની સંત સવાયાનાથ ઝાંઝરકા ગાડીના તેઓ ગાદી પતિ છે. તો સંઘ અને વિશ્વ હિન્દૂ પરિષદના પણ તેઓ નજીક માનવામાં આવે છે.તે જ કારણોસર પ્રદેશ ભાજપ દ્વારા તેમને મહત્વની જવાબદારીઓ આપવામાં આવી હતી. પરંતુ પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જતી મોરચાના તેમના આ કાર્યકાળમાં મોરચામાં ન તો કારોબારી સભ્યોની નિમણુંક કરવામાં આવી ન તો પ્રદેશ કારોબારી ની બેઠક બોલવામાં આવી. તો જિલ્લા ભાજપના સંગઠનોમાં પણ અનુસૂચિત જાતિ મોરચાના હોદેદાર તરીકે સંત સવાયાનાથ ના અનુઆયો ને જ નિમણુંક આપવામાં આવી. તો રાજ્યમાં થયેલા ઉનાકાંડ,મૂછ પ્રકરણ,વર ઘોડા પ્રકરણ અને કાજલ પ્રકરણમાં દલિત સમાજનો રોષ ઠારવામાં શંભુ પ્રસાદ ટુંડીયા એ નબળા રહ્યા હતા. તો વર્ષે 2017માં ભાજપના દલિત મંત્રીઓને હરવામાં પણ તેમનો હાથ હોવાનું પ્રદેશ ભાજપ સૂત્રો જણાવી રહ્યા છે.

શંભુ પ્રસાદ ટુંડીયાએ રાજ્યસભામાં બીજી ટર્મ મેળવા હાલ અનેક પ્રયત્નઓ કરી રહ્યા છે. પરંતુ રાજ્ય સભાની ચૂંટણીમાં પણ ગુજરાત ભાજપ એ નો રિપીટ થિયરી અપનાવી રહી છે.જો અત્યાર સુધીના સાંસદોની વાત કરવાં આવે તો 23 રાજ્યસભા સાંસદોને બીજી ટર્મ આપવામાં આવી નથી જો નામની વાત કરવાં આવે તો.

Leave a Reply

Your email address will not be published.