/

રિલાયન્સ ગ્રુપના પ્રેસિડન્ટ પરિમલ નથવાણી ક્યાંથી લડશે રાજ્યસભાની ચૂંટણી ?

રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટીના ગ્રુપના પ્રેસીડેન્ટ  પરિમલ નથવાણીને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. પરિમલ નથવાણી રાજયસભાની ચૂંટણી ગુજરાતમાંથી નહીં પરંતુ આંધપ્રદેશમાંથી રાજયસભાની ચૂંટણી લડશે. તેઓ ઝારખંડમાંથી બે વખત સાંસદ બન્યા છે. આંધપ્રદેશનાં મુખ્યમંત્રી વાય.એસ.જગમોહન રેટ્ટીએ રાજના કવોટા આંધપ્રદેશની બેઠક પરથી પરિમલ નથવાણીને રાજયસભાની ચૂંટણી લડવાની ઓફર કરી છે. હાલમાંજ રિલાયન્સ ઇન્ડસ્ટીઝનાં ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને પરિમલ નથવાણી અમરાવતીમાં જગમોહન રેટ્ટીને તેમના નિવાસસ્થાને મળી બંધબારણે બેઠક યોજી હતી. જેમાં જગમોહન રેડ્ડીએ પરિમલ નથવાણીને ચૂંટણી લડવાની ઓફર કરી હતી. પરિમલ નથવાણી વર્ષ ૨૦૦૮ અને વર્ષ ૨૦૧૪માં અપક્ષ ઉંદવાર તરીકે ઝારખંડથી ચૂંટણી લડી વિજય થયા હતાં.

Leave a Reply

Your email address will not be published.