//

રાજ્યસભા સાંસદ નરહરિ અમીન કોરોના પોઝિટિવ

ગુજરાતની રાજ્યસભાની બેઠકોની ચૂંટણી જીત્યા બાદ રાજ્યસભાના સાંસદ થયેલા નરહરિ અમીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપ સાંસદે ટ્વીટ કરી આ માહિતી આપી હતી.

નોંધનીય છે કે, રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં તેઓ વિજયી થયા હતાં. મહત્વનું છે કે, રાજ્યમાં દિવાળીનો માહોલ છે ત્યારે કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે શુક્રવારની એક રાતમાં જ અમદાવાદમાં કોરોનાના નવા કેસોમાં અચાનક ચિંતાજનક વધારો થઇ ગયો છે. સિવિલ હોસ્પિટલમાં શુક્રવારની એક રાતમાં 98 દર્દીઓને દાખલ કરવા પડ્યાં હતાં.

અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. ત્યારે ભાજપના વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે.

Leave a Reply

Your email address will not be published.