///

રાજકોટના ક્યા મોલમાં મળે છે બગડેલા શાકભાજી

રાજકોટના બિગ બજાર નામના મોલની અંદર આવેલ બાલાજી સેન્ડવીચ નામની દુકાનમાંથી 64 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની દરોડાની કામગીરી દરમિયાન મોલ અને મોલમાં આવેલા બાલાજી સેન્ડવીચ નામની દુકાનમાંથી પણ સડેલા અને અખાદ્ય પદાર્થનો જથ્થો મળી આવતા પાલિકા રા.મ્યુ।કો.એ મોલ સામે કાર્યવાહી શરૂ કરી હતી અને લાઇસન્સ રીન્યુ માટે પણ નોટીશ ફટકારી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર ખાદ્ય પદાર્થો પર ચેકિંગ હાથ ધરવામાં આવી છે ત્યારે આજે ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જાણીતા મોલ બિગ બજારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું બિગ બજાર મોલ માંથી મોટી માત્રામાં લીલા શાકભાજી અને ફળો મળી કુલ ૨૬ કિલો અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો આ સાથે જ બિગ બજાર મોલ ની અંદર આવેલ બાલાજી સેન્ડવીચ નામની દુકાનમાંથી પણ 64 કિલો અખાદ્ય પદાર્થોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો અને સાથે જ ઘટનાસ્થળ પર જ અખાદ્ય જથ્થા નો નાશ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ લાયસન્સ રીન્યુ કરવા નોટિસ પણ પાઠવી છે જો અવાર નવાર મોટા મોલ માં ચેકીંગ હાથ ધરવા માં આવે તો શાકભાજી અને અનાજ સહીત ની સામગ્રી નો જથ્થો અખાદ્ય મળી આવે તેવું સ્થાનિક લોકો નું માનવું છે  

Leave a Reply

Your email address will not be published.