////

‘મૈંને પ્યાર કિયા’ અને ‘હમ આપ કે હૈ કૌન’ના સંગીતકાર રામ લક્ષ્મણનું 78 વર્ષની વયે નિધન

બોલીવૂડની બ્લકબસ્ટર ફિલ્મો મેને પ્યાર કિયા અને હમ આપ કે હૈ કોનના સંગીતકાર રામ લક્ષ્મણનું 78 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને શનિવારે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરે રામલક્ષ્મણના નિધન પર દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

સંગીતકાલ બેલડી રામ લક્ષ્મણ પૈકીના લક્ષ્મણનું અસલી નામ વિજય કાશીનાથ પાટિલ હતું. તેમણે 150થી પણ વધુ ફિલ્મોમાં સંગીત કંપોઝ કર્યું. જેમાં હિન્દી અને મરાઠી ફિલ્મો સામેલે છે. જો કે તેમને ઓળખ તો રાજશ્રીની ફિલ્મોથી જ મળી. જેમાં હમ સાથ સાથ હૈ પણ સામેલ છે.

વિજય પાટિલને મરાઠી ફિલ્મોમાં ખાસ કરીને દ્વિઅર્થી શિર્ષક વાળી ફિલ્મોના સર્જક દાદા કોંડકે લઇને આવ્યા હતા. પ્રથમ ફિલ્મ પાંડુ હવાલદાર હતી. દાદાની ઘણી ફિલ્મોમાં વિજય પાટિલ (લક્ષમણે) સંગીત આપ્યું છે. વિજય પાટિલે પિતા અને કાકા પાસે સંગીતની તાલીમ મેળવી હતી.

સ્વરસામગ્રાજ્ઞી લતા મંગેશકરે વિજય પાટિલના નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, મને હમણા જાણ થઇ કે બહુગુણી અને લોકપ્રિય સંગીતકાર રામ લક્ષ્મણજી (વિજય પાટિલ)નું સ્વર્ગવાસ થઇ ગયું. આ સાંભળીને બહુ દુઃખ થયું. તેઓ બહુ સારા વ્યક્તિ હતા. મેં તેમના ઘણા ગીતો ગાયા, જે બહુ લોકપ્રિય થયા. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

વિજય સંગીતકાર બેલડી રામ-લક્ષ્મણ પૈકીના લક્ષ્મણ હતા. જો કે રામનું 70ના દાયકામાં જ 1976માં નિધન થઇ ગયું હતું. ત્યારે તેમની પ્રથમ હિન્દી ફિલ્મ એજન્ટ વિનોદ (મહેન્દ્ર સંધુ અભિનિત)નું સંગીત પુરું કર્યું હતું. પરંતુ લક્ષ્મણે મિત્રની યાદ તાજા રાખી છેક સુધી રામ-લક્ષ્મણ નામથી જ ફિલ્મોમાં સંગીત આપવાનું ચાલુ રાખ્યું હતું. એકલા હિન્દી અને મરાઠી ફિલ્મોમોં સંગીત આપતા રહ્યા.

રામ લક્ષ્મણને જોકે 1989માં આવેલી સલમાન ખાન, ભાગ્યશ્રી અભિનિત રાજશ્રીની ફિલ્મ મૈંને પ્યાર કિયાથી ટર્નિંગ પોઇન્ટ મળ્યું. આ પારિવારિક ફિલ્મના ગીતો વર્ષો સુધી લોકજીભે રહ્યા છે. ત્યાર બાદ સલમાન ખાન-માધુરી દિક્ષીતની રાજશ્રીની જ ફિલ્મ હમ આપ કે હૈ કોનથી તો રામ-લક્ષ્મણ બહુ લોકપ્રિય થઇ ગયા. તેના એક એક ગીતે સંગીતરસિકોના મન ડોલાવી દીધા હતા. આજે પણ આ બંને ફિલ્મોના ગીતો સાંભળનારા લોકોનો એક અલગ વર્ગ છે.

રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મો ઉપરાંત રામ-લક્ષ્મણે 100 ડેઝ, તરાના, અનમોલ અને આઇ લવ યુ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. પરંતુ રાજશ્રીની ફિલ્મોજ બહુ વખાણાઇ. જેમાં આજા શામ હોને આઇ, મૈને પ્યાર કિયા, હમ આપ કે હૈ કૌન, દીદી તેરા દેવર દિવાના, યે તો સચ હૈ કે ભગવાન હૈ…. જેવા ગીતોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published.