///

સંસાદ રમેશ ધડુકના પ્રયાસથી કેશોદ એરપોર્ટ થશે ધમધમતું

કેશોદ એરપોર્ટ પરથી કોમર્શિયલ ફ્લાયત શરૂ થવાની છે ત્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ઓપરેશન વિભાગની મુલાકત લીધી હતી એરપોર્ટ ઓથોરિટી દ્રારા સંપૂર્ણ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે સાંસદ રમેશ ધડુકની મૂલાકાત મહત્વની બની હતી તૂજેટ કંપનીની કેશોદ અમદાવાદ રૂટની ફલાઇટ ટૂંક સમયમાં શરૂ થવાની છે ત્યારે એરપોર્ટ ડાઈરેકટર અહલ્યા દ્રારા સાંસદને એરપોર્ટની સંપૂણ જાણકારી આપી હતી કેશોદ એરપોર્ટથી અમદાવાદની પ્રથમ ફલાઇટ શરૂ થવાની છે ત્યારે પ્રથમ ફલાઇટમાં આવતા મુસાફરોનું સ્વાગત કરવાની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આજે રમેશ ધડુક પોતાના કાર્યકરો સાથે કેશોદ એરપોર્ટની મુલાકાતે પહોંચ્યા ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તેમનું પણ સ્વાગત કર્યું હતું.

ઘણા સમયથી ગીર સોમનાથ અને જૂનાગઢના પ્રવાસીઓની માંગ હતી અને પ્રવાસન સ્થળોને જોડતી હવાઈ સેવાની માંગ ઉઠવા પામી હતી જેને લઇને સાંસદ રમેશ ધડુકે સરકારમાં રજૂઆત કરી અને કેશોદ એરપોર્ટ પરથી કેશોદ અમદવાદની ફલાઇટ શરૂ કરાવવા પ્રયાસ હાથ ધર્યા હતા જે પ્રયાસ સફળ થયો છે અને આસપાસના પ્રવાસન સ્થળોને પણ મોટો ફાયદો થશે અને આવનાર પ્રવાસીઓને લાંબી મુસાફરીમાંથી મોટી મુક્તિ મળશે તેમ રમેશ ધડુકે જણાવ્યું.

Leave a Reply

Your email address will not be published.