///

દુહા અને છંદની રચનાને સૂર આપી સમાજમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે રાજકોટના રમેશભાઈ

કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉનને રાજ્યના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યું છે ત્યારે વાત કરીએ રાજકોટના રમેશભાઈ હીરપરાની, તો મૂળ ધોરાજી અને રાજકોટમાં રહેતા રમેશ ભાઈ હીરપરાએ લોકડાઉનનો સદઉપયોગ કરી પોતાની આગવી રચના કરી છે. રમેશભાઈ હિરપરા 30 વર્ષથી ગાયક છે તો તેમની પત્નિ સરસ્વતી પણ ગાયક છે આમ બંન્ને પતિ- પત્નિ સંગીત સાથે જોડાયેલા છે. ત્યારે લોકડાઉનની સ્થિતિમાં તેઓએ પોતાની જવાબદારી સમજી કોરોનાના દુહા-છંદની અદભુત રચના કરી છે.. આ દુહા- છંદનો ઉપયોગ કરી રમેશ ભાઈએ સમાજને અને સમગ્ર દેશને જાગૃત્તાનો સંદેશ આપ્યો છે. લોકડાઉનમાં ઘરે જ બનાવેલા સ્ટુડીઓમાં તેઓએ દોહા અને છંદની રચનાને સંગીત સાથે સુર આપ્યો છે. સમગ્ર ઘટના અંગે વાત કરતા રમેશ ભાઈએ જણાવ્યું હતું કે, જૂના સમયમાં એવું સાંભળ્યું હતું કે, એક મરકી નામનો રોગ આવ્યો હતો જેણે અનેક લોકોના જીવ લીધા હતા. તે સમયે વિજ્ઞાન એટવું આગળ ન હતું જેથી લોકો ઝડપથી મરી રહ્યા હતા. જ્યારે આજે વિજ્ઞાન ઘણું આગળ નીકળી ગયું છે છતા કોરોનાને કાબુમાં લાવી શકતું નથી. તો તેઓએ કહ્યું કે લોકજાગૃત્તિના ભાગરૂપે અને એક કલાકારની ફરજ નિભાવી મેં આ ગીતની રચના કરી તેને સંગીત આપ્યું છે.. તો દુહા- છંદ થકી લોકો વધુ જાગૃત થાય તેવી તેઓ આશા વ્યક્ત કરી હતી. દુહ અને છંદથી લોકો જાગૃત થશે અને કોરોનાની મહામારીમાંથી સમાજ અને દેશ જલ્દીથી બહાર આવશે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના ગોડાદરા વિસ્તારના બાળકોએ સનેડો ગાઈ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. અને કોરોના સામે કઈ બાબતનું ધ્યાન રાખવાનો સંદેશ આપ્યો હતો. ત્યારે રાજ્યમાં અનેક લોકો દ્વારા જાગૃત્તાની પહેલ કરાઈ છે કેટલાક લોકો ભજન કે ગીતો ગાઈ લોકોને જાગૃત કરી રહ્યા છે ત્યારે રમેશ ભાઈ હીરપરા પોતાના અલગ અંદાજમાં દુહા અને છંદની રચનાને સુર આપી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.