///

સરકારી અનાજને સગેવગે કરવાનું કૌંભાડ જડપાયું, પુરવઠા વિભાગની સંડોવણી હોવાનું અનુમાન

પાટણમાં સરકારી અનાજનો મોટો જથ્થો જડપાયો હતો. પાટણની હારિજ પોલીસને સામાન્ય હલચલ દરમિયાન શંકા જતા ચેકીંગ હાથ ધરી હતી જેમાં સરકારી અનાજને સગવગે કરવાનું કૌભાંડ જડપાયું છે.. લોકડાઉનની સ્થિતિમાં સરકારી અનાજ ગરીબોને આપવાના બદલે ઈસમો દ્વ્રારા અનાજને બહાર વેચી કાઢવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. તો ઘઉં, ચોખા, ખાંડ સહિતના સરકારી અનાજની બોરીઓ ઝડપાઈ હતી. પાટણના હરિજમાં સરકારી અનાજને બારોબાર વેચવાનું કૌંભાંડ ચાલતું હતું.. ત્યાં પોલીસ દરોડા પાડી કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકડાઉનની સ્થિતિમાં સરકાર ગરીબોને સસ્તું અનાજ આપી રહી છે ત્યારે આવા બેજવાબદાર લોકો ગરીબોના મોઢાંમાંથી કોળીયું છીનવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હારીજના પાંજરોપોળ વિસ્તારમાંથી અનાજનું કૌભાંડ જડપાયું હતું.. જેમાં 431 બોરી સહિત 14.53 લાખનો સરકારી અનાજનો જથ્થો જડપાયો હતો.. સમગ્ર ઘટનાની જાણ થતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તો આ સમગ્ર ઘટનામાં પુરવઠા વિભાગની સંડોવણી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.