///

મુખયમંત્રીની જાહેરાત બાદ રાશન ના મળતા રાજકોટ જિલ્લાની મહિલાઓ બની રણચંડી

રાજ્ય સરકારે કોરોના વાઇરસ દરમ્યાન લોકડાઉન આપ્યું છે જેમાં સરકાર કોઈ ગરીબ માણસ 21 દિવસ ભૂખ્યો રહે નહીં તેની ચિંતા કરી લોકો માટે સસ્તા અનાજ ની દુકાન માં રાસનકાર્ડ ધરાવતા લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી. જે અનાજ આજ સુધી કોઈને નહિ મળતા હવે લોકો ઉશ્કેરાઈ ગયા છે દિવસોત થી સસ્તા અનાજની દુકાને ધક્કા ખાતા લોકોએ આજે સવારે સસ્તા અનાજ ની દુકાન પાસે મહિલાઓએ હબાળો મચાવ્યો હતો. અને કોરોનાના વાયરસથી નહીં પરંતુ ભૂખ્યા મોત આવશે તેવી વાત કરી હતી. સરકાર દ્રારા 1 એપ્રિલથી તમામ ગરબી લોકોને મળતા મફત અનાજનો જથ્થો આપવાની વાતથી લોકો અનાજ લેવા જાય છે. પરંતુ આ અનાજ નહીં મળતું હોવાથી લોકો માં રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે કેટલીક મહિલાઓ સવારથી એકઠી થયેલી હતી અને અનાજ માટે તડકા માં શેકાઈ રહી હતી છતાં અનાજ નહીં મળતા ઉગ્ર બની હતી.

Leave a Reply

Your email address will not be published.