///

બળાત્કારીઓ બેફામ રામોદ ગેંગરેપ કેસેના આરોપી 72 કલાક બાદ પોલીસે પક્કડથી દૂર

ગોંડલના કોટડા સાંગાણીના રામોદ ચકચારી ગેંગરેપ કેસમાં ફરિયાદ નોંધાયાના 72 કલાક બાદ પણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દુર છે. પોલીસે બનાવમાં ઉપયોગમાં લેવાયેલી કાર આરોપીના મિત્ર પાસેથી કબ્જે કરી અમદાવાદ FSLમાં મોકલી આવી છે જ્યારે પીડિતાનો મેડીકલ રીપોર્ટ આપવાનો બાકી હોય પોલીસ તેની રાહ જોઈ રહી છે અને અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના સગડ મેળવવા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવી રહ્યા છે.પોલીસ દુષ્કર્મી આરોપીઓને જપડી લેવા હવાતિયાં મારી રહી છે પરંતુ કલાકો સુધી આરોપીને પકડવામાં નિસ્ફળ નીવડી હોવાં પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે.

થોડા કલાકો પહેલા કોટડાસાંગાણીનાં રામોદમાં યુવતી પર ગેંગરેપની ચકચારી ઘટનાંમાં સામુહીક દુષ્કમ આચરનાર ભાજપ આગેવાન અને મહીલા સરપંચનાં પુત્ર અમીત પડારીયા, કોંગ્રેસનાં સદસ્ય શાંતિ પડારીયા તથાં વિપુલ શેખડા બનાવ બાદ ભુગર્ભમાં ઉતરી જતાં પોલીસે ઠરે ઠેર દરોડા પાડી શોધખોળ શરું કરી છે.રામોદ રહેતી યુવતી પર બે દિવસ પહેલાં બપોરનાં સુમારે અમીત,શાંતિભાઇ તથાં વિપુલે બ્રીજા કારમાં ઘસી આવી યુવતીને ગાડીમાં લઇ જઇ ચાલું ગાડીએ દુષ્કર્મ આચર્યુ હતું.

પોલીસે ત્રણેય શખ્સો સામે અપહરણ, સામુહીક દુષ્કર્મ, આર્મ્સ એકટ, ધમકી સહીત ગુન્હો નોંધી SCST સેલનાં DYSP સ્મૃતિ મહેતા એ તપાસનો ધમધમાટ શરું કરી નાશી છુટેલાં આરોપીઓને જડપી લેવાં ઠેરઠેર દરોડાં સહીતની કાયઁવાહી હાથ ધરી હતી.વધુમાં જે કારમાં યુવતી પર દુષ્કર્મ ગુજારાયું હતું તે કાર આરોપીઓએ તેનાં મિત્રનાં ઘરે મુકી હોય અને મિત્ર દ્વારા પોલીસમાં રજુ કરાતાં કારને FSL માટે અમદાવાદ મોકલાઇ છે.પોલીસે આરોપીઓની કોલ ડિટેઇલ કઢાવવા તજવીજ હાથ ધરી છે. બનાવ બાદ હોસ્પિટલ ખસેડાયેલ પિડીતાનું મેડીકલ ચેકઅપ કરાયું હતું અલબત મેડીકલ રિપોટઁ હજું આવ્યો ન હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું.

જ્યારે બીજી તરફ આ બનાવમાં ભાજપ અને કોંગ્રેસના આરોપીઓ તરીકે નામ હોય જેથી ભાજપ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ સમગ્ર ઘટનાને હાલ તો ગંભીરતા થી લીધી છે પરંતુ રાજકીય લોકો ઘટનામાં સમાયેલ હોવાથી પોલીસને કામગીરી કરવામાં પણ ઘણી મુશ્કેલી પડતી હોવાં પરિવારજનો જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.