///

નગરોટા એન્કાઉન્ટર : પાકિસ્તાનમાં બેઠેલો રઉફ લાલા ઠાર આતંકીઓને આપતો હતા આદેશ

જમ્મુ કાશ્મીરના નાગરોટામાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકી પાકિસ્તાનના હતા. મળતી માહિતી પ્રમાણે આ તમામ આતંકી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી દરમિયાન મોટા હુમલાના પ્રયાસ માટે મોકલવામાં આવ્યા હતા. સાથે જ પાકિસ્તાનમાં બેઠેલો જૈશનો સરગના મસૂદ અઝહરના ભાઇ રઉફના સતત સંપર્કમાં હતા. આ અંગે તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે, જે સમયે આતંકીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે સમયે પણ રઉફ લાલા આ તમામ આતંકીઓને આદેશ આપી રહ્યો હતો.

જૈશના આ આતંકીઓને પાકિસ્તાને મોકલ્યા હતા અને ત્યાંથી તેમણે આતંકવાદીઓને આદેશ પણ આપી રહ્યા હતા. પાકિસ્તાનની એક કંપનીનું ડિજિટલ મોબાઇલ રેડિયો પણ જપ્ત થયું છે. આતંકીઓ પાસેથી મળેલા મોબાઇલમાં તેના મેસેજ જોયા બાદ સ્પષ્ટ થાય છે કે, આતંકી સતત પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના સંપર્કમાં હતા. સાથે જ એજન્સીને શંકા છે કે, આ મેસેજ પાકિસ્તાનના શકરદઢથી મોકલવામાં આવ્યા છે.

આ અંગે જાસુસી એજન્સીના જણાવ્યા પ્રમાણે ડિજિટલ મોબાઇલ રેડિયોને પાકિસ્તાનની એક કંપની માઇક્રો ઇલેકટ્રોનિક્સ બનાવે છે. ત્યારે પાકિસ્તાન ફરી ભારતમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર રચવાની ફિરાકમાં હતું. આ સાથે જ તપાસ એજન્સીઓને આતંકીઓના જે જૂતા મળ્યા છે તે પણ પાકિસ્તાનના કરાચીમાં બનાવવામાં આવ્યા છે. વાયરલેસ સેટ અને એક જીપીએસ ડિવાઇસ પણ જપ્ત કર્યું છે અને તેની તપાસમાં ખબર પડી છે કે આ તમામ ડિવાઇસ પાકિસ્તાનમાંથી લઈ આવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.