////

RBI ગવર્નર શક્તિકાંતા દાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : હોમ આઇસોલેશનમાં રહેશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તેમણે જાતે જ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું છે કે, તેઓ હોમ આઇસોલેશનમાં રહીને પોતાનું કામ ચાલુ રાખશે.

આ ઉપરાંત દાસે ટ્વીટ કર્યું હતું કે, મારો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું સારું અનુભવી રહ્યો છું, જે લોકો તાજેતરના સમયમાં મારા સંપર્કમાં આવ્યા છે તે પણ સાવધ રહે. હું આઇસોલેશનમાં મારું કાર્ય ચાલુ રાખીશ. આરબીઆઈનું કામ સામાન્યરૂપે ચાલુ જ રહેશે. હું બધા ડિફટી સાથે સંપર્કમાં છું. સરકાર અને અન્ય અધિકારીઓ ટેલિફોન અથવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મારો સંપર્ક કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.