///

RBIએ લક્ષ્મીવિલાસ બાદ વધુ એક બેંક પર લગાવ્યો પ્રતિબંધ

આરબીઆઈએ લક્ષ્મી વિલાસ બાદ વધુ એક બેંક પર પ્રતિબંધ લાદ્યો છે. જેમાં મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આવેલી મંતા અર્બન કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. RBI અનુસાર તેને આ બેંકને કેટલાક આદેશ આપ્યા હતા, જે 17 નવેમ્બર 2020માં બેંક બંધ થયા બાદથી છ મહિના સુધી પ્રભાવી થશે.

RBIના આદેશ અનુસાર, આ બેંક RBIની મંજૂરી વગર કોઇ દેવુ અથવા ઉધાર નહી આપી શકે અને ના તો પુરા દેવાનું નવીનીકરણ અથવા કોઇ રોકાણ કરી શકશે. બેંક પર નવી જમા રકમ સ્વીકાર કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે કોઇ ચુકવણી પણ નથી કરી શકતુ અને ના તો ચુકવણી કરવા કોઇ સમજૂતી કરી શકશે. મહત્વપૂર્ણ છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં રિઝર્વ બેંકને પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંકમાં થઇ રહેલા કૌભાંડની ખબર પડી હતી. આ કૌભાંડ સામે આવતા જ RBIએ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ ઉપરાંત લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં બેંકનો કોઇ ખાતાધારક વધુમાં વધુ 25,000 રૂપિયા સુધી પૈસા ઉપાડી શકશે. બેંકની ખરાબ નાણાકીય હાલતને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

યસ બેંક બાદ આ વર્ષે મુશ્કેલીમાં ફસાયેલી લક્ષ્મી વિલાસ બેંક ખાનગી વિસ્તારની બીજી મોટી બેંક બની ગઇ છે. યસ બેંક પર માર્ચમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારે સરકારે એસબીઆઈની મદદથી યસ બેંકને બહાર કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published.