///

સરકાર અને ખેડૂતો વચ્ચે મેરેથોન બેઠક ચાલી, હવે 5 ડિસેમ્બરે ફરી બેઠક

કૃષિ બિલ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે વિજ્ઞાન ભવનમાં યોજાયેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક 12થી 7.30 કલાક સુધી એટલે કે આશરે સાડા સાત કલાક સુધી ચાલી હતી. ત્યારબાદ હવે ફરી 5 ડિસેમ્બરે સરકાર અને ખેડૂતો વચ્ચે એક વધુ બેઠક યોજાશે.

યોજાયેલી બેઠકમાં અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તો સરકારે ખેડૂતોના પશ્નોના પણ જવાબ આપ્યા હતાં. આ વચ્ચે માહિતી મળી છે કે MSPને લઈને સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધુ છે. એમએસપીના મુદ્દે કૃષિપ્રધાને ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે, તેમાં કોઈ ફેરફાર થશે નહીં. કૃષિપ્રધાને કહ્યું કે, ખેડૂતોની ચિંતા વ્યાજબી છે. અમે ઈચ્છીએ કે એમએસપી મજબૂત થાય. એમએસપીમાં કોઈ ફેરફાર થવાનો નથી.

કિસાનો સાથે આશરે 7 કલાક જેટલા લાંબા ગાળા સુધી ચાલેલી બેઠક પૂર્ણ કર્યા બાદ કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે. ખેડૂતોની ચિંતા વ્યાજબી છે. સરકાર ખુલા મનથી ખેડૂત યૂનિયન સાથે ચર્ચા કરી રહી છે. ખેડૂતોની 2-3 બિંદુઓ પર ચિંતા છે. બેઠક શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. APMSને મજબૂત બનાવવા પર સરકાર વિચાર કરશે.

એક સવાલના જવાબમાં કૃષિપ્રધાને કહ્યું કે, આંદોલન સમાપ્ત કરવાને લઈને ખેડૂત નેતાઓને કંઈ કહ્યું નથી. પરંતુ અહીં પ્રેસ સંબોધન કરતા ખેડૂતોને આગ્રહ કરવા ઈચ્છુ છું કે સરકાર અને ખેડૂત યૂનિયનોની વાતચીત ચાલી રહી છે, તમે લોકો આંદોલન સમાપ્ત કરી દો. તેઓએ કહ્યું કે, વાતચીત શરૂ થઈ છે તો હલ નિકળશે.

કૃષિ મંત્રીએ કહ્યું કે, ખેડૂત યૂનિયન અને ખેડૂતોની ચિંતા છે કે નવા એક્ટમાં APMC સમાપ્ત થઈ જશે. ભારત સરકાર આ વાત પર વિચાર કરશે કે APMC સશક્ત થાય અને APMCનો ઉપયોગ વધે. તેઓએ કહ્યું કે, ખેડૂત યૂનિયનની પરાલીના વિષયમાં એક અધ્યાદેશ પર શંકા છે. વિદ્યુત એક્ટ પર પણ તેમની શંકા છે. તેના પર પણ સરકાર ચર્ચા કરવા તૈયાર છે.

આઝાદ ખેડૂત સંઘર્ષ સમિતિના હરજિંદર સિંહ ટાંડાએ કહ્યું કે, વાર્તા આગળ વધી રહી છે. હાફ ટાઇમમાં લાગી રહ્યું હતું કે, બેઠકનું કોઈ પરિણામ નિકળશે નહીં. બીજા હાફમાં લાગ્યું કે, સરકાર પર ખેડૂત આંદોલનનું દબાવ છે.

ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારે એમએસપી પર સંકેત આપ્યા છે. એમ લાગે છે કે એમએસપીને લઈને તેમનું વલણ યોગ્ય રહેશે. વાર્તામાં થોડી પ્રગતિ થઈ છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, તેમનો મુદ્દો કાયદો પરત લેવાનો છે. મુદ્દો માત્ર એક નથી, પરંતુ ઘણા મુદ્દે ચર્ચા થશે. કિસાન ઈચ્છે છે કે કાયદાને સરકાર પરત લે. સરકાર એમએસપી અને અધિનિયમોમાં સંશોધન વિશે વાત કરવા ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published.