/

ઘરમાં બેસી કંટાળી જનાર લોકો વાંચો કોરોનાને લઇ રાજ્ય સરકારે કેવા પગલા લીધા

કોરોનાને લઇ રાજ્ય સરકાર સતત સક્રિય છે ત્યારે આજે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે, ગઇ કાલે સાંજનાં 5 વાગ્યે સીએમનાં અધ્યક્ષ મા હાઈપવાર કમિટી બેઠક મળી હતી, કોરોનાં સંદર્ભમાં આ કમિટીની બેઠક દરરોજ મળશે. સમગ્ર ભારત માંથી ગુજરાતમા આવેલા લોકોનું એક લિસ્ટ કેન્દ્રનું સરકારે આપ્યું છે હાલ આ લિસ્ટ પર સર્વે ની કામગીરી ચાલી રહી છે. 4 મુખ્ય કોરોનાં હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે 1 કે 2 દિવસમા આ હોસ્પિટલ તૈયાર થઈ જશે. વિનંતિ છે કે ડોક્ટરોને આ કોરોનાં હોસ્પિટલ મા સેવા આપવાનું મન થાય તો કલેકટર નો સંપર્ક કરી શકે છે અત્યાર સુધીમાં 11 હજાર લોકો ને હોમ કોરોનટાઈંન કરવામાં આવ્યાં છે 690 જેટલી સરકારી હોસ્પિટલ મા વેન્ટિલેટર છે જ્યારે 1500 જેટલા પ્રાઇવેટ હોસ્પિટલ મા વેન્ટિલેટર છે

ગાંધીનગર ખાતે રાજ્યસરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ કરી જણાવ્યું હતું કે આજે કોરોનાનાં વધુ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે સુરત અને ગાંધીનગરમાં નવા 2-2 કેસ પોઝિટિવ ગુજરાતમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનાં 33 કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં 13,વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે તો સુરતમાં 7,ગાંધીનગરમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા છે

Leave a Reply

Your email address will not be published.