///

Farmre Protest: MSP પર આશ્વાસન આપો, ગેરંટી બિલથી લાભ થશે: ખેડૂતો

નવા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનનો આજે 17મો દિવસ છે. સરકાર સાથે આરપારની લડાઇની જાહેરાત કરી ચુકેલા ખેડૂત પાછળ હટવા તૈયાર નથી. ત્યારે દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ પાતાના આંદોલનને ઝડપી કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ પંજાબ-હરિયાણા સહિત કેટલીક જગ્યાએ ખેડૂતો દ્વારા ટોલ ફ્રી કરવામાં આવ્યા બાદ અલગ અલગ રાજ્યમાંથી ખેડૂતોના જથ્થા દિલ્હી તરફ આવી રહ્યા છે. ખેડૂતોના પ્રદર્શનને ધ્યાનમાં રાખતા દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના તમામ હાઇવે અને ટોલ પ્લાજા પર ભારે પોલીસ દળ તૈનાત કરી દેવામાં આવ્યો છે.

જોકે ખેડૂતોએ જાહેરાત કરી હતી કે, પૂરા દેશમાં રોજ પ્રદર્શન થશે. જેમાં પંજાબ, હરિયાણા, યૂપી, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 14 તારીખે ધરણા પ્રદર્શન થશે, જે ધરણામાં સામેલ નહી થાય તે દિલ્હી તરફ કૂચ કરશે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતીના નેતા સરદાર વીએમ સિંહે કહ્યું કે, અમે MSP પર આશ્વાસન ઇચ્છીએ છીએ. અમે તેની હેઠળ પોતાની ઉપજની ખરીદીની ગેરંટી ઇચ્છીએ છીએ. MSP ગેરંટી બિલ લાવવા પર જ ખેડૂતને લાભ થશે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ખેડૂત નેતા ડૂંગરસિંહે કહ્યુ કે અમે બટાટા, શેરડી, અનાજ, શાકભાજી અને દૂધ સહિત પોતાની તમામ ઉપજનો MSP ઇચ્છીએ છીએ. અમે લેખિત રીતે આ ગેરંટી નથી માંગતા પરંતુ અમે MSP માટે એક કાયદો ઇચ્છીએ છીએ.

તો શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે કહ્યું કે, દુખની વાત છે કે કેન્દ્ર સરકાર ખેડૂતોના સંઘર્ષને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. જે પણ કેન્દ્ર સરકાર સાથે સહમત નથી તેને સરકાર દેશદ્રોહી કહે છે. હું કેન્દ્રને કહેવા માંગુ છું કે જે ખેડૂત બેઠા છે તેમનો કોઇ ધર્મ સાથે સબંધ નથી, આ અન્નદાતા છે. એડીજી પ્રશાંત કુમારે કહ્યું કે, હજુ સુધી ખેડૂતોનું આંદોલન શાંતિપૂર્ણ ચાલી રહ્યુ છે અને સાથે સાથે કોઇ અસામાજિક તત્વ ખેડૂતો વચ્ચે ઘુસીને અવ્યવસ્થા ના ફેલાવે, અમે તેનું પણ ધ્યાન રાખી રહ્યા છીએ. જે લોકો અશાંતિ ફેલાવવા માંગે છે અને પ્રદર્શનને હિંસાત્મક રૂપ આપવા માંગે છે કે તેની પર કડક નજર રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, બિલમાં સંશોધન મંજૂર નથી, બિલ વાપસી જ રસ્તો છે, વચ્ચેનો કોઇ રસ્તો જ ના જોઇએ. જ્યારે ખેડૂત દિલ્હીની બહાર રસ્તા પર આવી ગયા ત્યારે જઇને સરકાર મળી છે. અહીં રોટી ગુરૂદ્વારામાંથી મળી રહી છે તો ફંડિગનો આરોપ લાગી રહ્યો છે. આરોપ લગાવનારા ગુરૂદ્વારાએ લોકડાઉનમાં લાખો લોકોનું પેટ ભર્યુ છે ત્યારે ફંડિગનો સવાલ ક્યા હતો. અમે ઘરે પણ 4 રોટી જ ખાઇ રહ્યા હતા અને અહી પણ 4 રોટી જ ખાઇ રહ્યા છીએ. ફંડિગનો સવાલ કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે

મહત્વનું છે કે, દિલ્હી-નોઇડાને જોડનારી ચિલ્લા બોર્ડર પર ખેડૂત આંદોલન દરમિયાન અનોખો નજારો જોવા મળ્યો હતો. નોઇડાના SCP-2 રજનીશ કુમાર વર્મા ખેડૂતો સાથે ક્રિકેટ રમતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર કેટલાક ખેડૂત પ્રદર્શન વચ્ચે બેડમિન્ટન રમતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.