/////

ગીરનાર રોપ વે ના ભાડામાં કરાયો આંશિક ઘટાડો

ડાપ્રધાન મોદીએ ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ વે નું ઇ-લોકાર્પણ કર્યા બાદ તેના ભાડાને લઇને લોકોમાં નારાજગી જોવા મળતી હતી. ત્યારે તેમની રજુઆત અને વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. જેમાં ભાડામાં ઘટાડો કરવા માટે વડાપ્રધાન મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુધી રજુઆત કરવામાં આવી હતી. જે બાદમાં નવા ભાડાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, જે ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં GST ભાડામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ટિકિટના દર પર અલગથી જે 18 ટકા GST વસૂલ કરવામાં આવતો હતો તે હવે ટિકિટના દરમાં આવી જશે.

નવી જાહેરાત મુજબ પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા રહેશે. આ માટે અલગથી GST ચૂકવવો નહીં પડે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકશે. જ્યારે બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ GST સહિત 350 રૂપિયા રહેશે. જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરવી હશે તો તેમણે આ માટે GST સહિત 400 રૂપિયા ચૂકવવા પડશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ટિકિટના દર પર GST અલગથી લેવામાં આવતો હતો. હવે GSTના દરને ટિકિટના ભાવમાં જ સમાવી લેવામાં આવ્યો છે.

આ સાથે જણાવવામાં આવ્યું હતું કે પાંચ વર્ષ સુધીના બાળકોને કોઈ જ ટિકિટ લેવાની નહીં રહે. બાળકોની ટિકિટમાં પાંચથી 10 વર્ષની વચ્ચેના બાળકોનો સમાવેશ થશે. 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોએ ફૂલ ટિકિટ લેવાની રહેશે. દિવ્યાંગ અને ડિફેન્સ વ્યક્તિઓને ટિકિટમાં કન્સેશન મળશે, પરંતુ તે માટે આઈડી કાર્ડ ફરજિયાત રહેશે. ટિકિટ જે દિવસે ખરીદશે તે જ દિવસે માન્ય રહેશે. એક વખત ટિકિટની ખરીદી કર્યાં બાદ રિફંડ મળશે નહીં.

Leave a Reply

Your email address will not be published.