///

રિલાયન્સે ત્રિમાસિક ગાળાનાં સંકલિત પરિણામો કર્યા જાહેર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દેશમાં એક એવી કંપની ઉભરી આવે છે જે કોરોના વાઇરસના સમયગાળા દરમિયાન પણ નફા સાથે આગળ રહી હતી. જે દેશની એક માત્ર એવી કંપની છે જેને કોરોના કાળમાં પણ નફો કર્યો હતો. આ વચ્ચે કંપનીએ ત્રિમાસિક ગાળાનાં સંકલિત પરિણામો જાહેર કર્યા છે. તો આવો જોઇએ કંપનીનું સંકલિત પરિણામ

વ્યુહાત્મક માહિતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડે વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી 152,056 કરોડનું મૂડીરોકાણ મેળવ્યું છે. જેમાં ફેસબૂક, ગૂગલ, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટ્લાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઇએ, ટીપીજી, એલ કેટ્ટેર્ટોન, પીઆઇએફ, ઇન્ટેલ કેપિટલ અને ક્વાલકોમ વેન્ચર્સનો સમાવેશ થાય છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટા કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી 37,710 કરોડનું મૂડીરોકાણ મેળવ્યું છે. જેમાં સિલ્વર લેક, કેકેઆર, જનરલ એટ્લાન્ટિક, મુબાદલા, જીઆઇસી, ટીપીજી અને એડીઆઇએનો સમાવેશ થાય છે.

RRVL દ્વારા 24,713 કરોડના રોકાણ બદલ ફ્યૂચર ગ્રૂપનો રિટેલ અને હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિક્સ તથા વેરહાઉસિંગ બિઝનેસ હસ્તગત કર્યો છે. આ હસ્તાંતરણ સેબી, સીસીઆઇ, એનસીએલટી, શેરધારકો, ધિરાણકર્તા અને અન્ય જરૂરી મંજૂરીઓને આધિન રહેશે. RRVL દ્વારા 620 કરોડના રોકાણથી અગ્રણી ડિજિટલ ફાર્મા કંપની “Netmeds”નો બહુમતી હિસ્સો હાંસલ કર્યો છે. ક્વાલકોમ ટેક્નોલોજિસ ઇન્ક. અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (જિયો) તથા તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેડિસીસ કોર્પોરેશન દ્વારા વર્ચ્યુઅલાઇઝ્ડ RAN સાથે 5G આધારિત ઓપન અને ઇન્ટરઓપરેબલ ઇન્ટરફેસ કમ્પ્લાયન્ટ આર્કિટેક્ચરના વિકાસ માટે વિસ્તરિત પ્રયાસો કર્યાની જાહેરાત કરી છે. મહામારીથી અસર પામેલા સમયગાળા દરમિયાન કંપનીએ અર્થતંત્રમાં રોજગારીના સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપતાં કન્ઝ્યુમર બિઝનેસીઝ અને ગ્રાહક સુધી ડિલિવરી કરવા માટે એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધીમાં 30,000થી વધુ નવી રોજગારી ઊભી કરી છે.

પરિણામો પર એક નજર (ત્રિમાસિક ધોરણે)

સંકલિત પરિણામો-આર.આઈ.એલ.

 • ત્રિમાસિક ગાળામાં આવક 128,385 કરોડ (17.4 બિલિયન અમેરિકન ડોલર) થઇ, 27.2% વધુ
 • ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો પહેલાંની ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાંની આવક (EBITDA) 23,299 કરોડ (3.2 બિલિયન અમેરિકન ડોલર) થઇ, 7.9% વધુ
 • ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો પહેલાનો ચોખ્ખો નફો 10,602 કરોડ (1.4 બિલિયન અમેરિકન ડોલર) હતો, 28.0% વધુ
 • અપવાદરૂપ ચીજો પહેલાનો રોકડ નફો 16,837 કરોડ (2.3 બિલિયન અમેરિકન ડોલર) હતો, 20.9% વધુ
 • અપવાદરૂપ ચીજો પહેલાં શેરદીઠ આવક (ઇ.પી.એસ.) શેર દીઠ રૂ. 14.8 હતું, 14.9% વધુ

સ્વતંત્ર કામગીરીની મુખ્ય વિગતો-આર.આઈ.એલ.

 • ત્રિમાસિક ગાળાની આવક 64,431 કરોડ (8.7 બિલિયન અમેરિકન ડોલર) હતી, 23.3% વધુ
 • ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો પહેલા EBITDA 11,811 કરોડ (1.6 બિલિયન અમેરિકન ડોલર) હતી, 4.0% વધુ
 • ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો પહેલા ચોખ્ખો નફો 6,546 કરોડ (887 મિલિયન અમેરિકન ડોલર) હતો, 34.3% વધુ
 • ત્રિમાસિક ગાળામાં અપવાદરૂપ ચીજો પહેલા રોકડ નફો 7,201 કરોડ (976 મિલિયન અમેરિકન ડોલર) હતો, 31.6% વધુ
 • ત્રિમાસિક ગાળાની નિકાસ 34,501 કરોડ (4.7 બિલિયન અમેરિકન ડોલર) હતી, 5.6%ની વૃદ્ધિ

સંકલિત પરિણામો – જિયો પ્લેટફોર્મ્ લિમિટેડ

 • ત્રિમાસિક ગાળાની વધારાની આવકો સાથે આવક રૂ. 21,708 (2.9 બિલિયન અમેરિકન ડોલર) રહી જે 7.1 % વધારે છે.
 • ત્રિમાસિક ગાળા માટેની ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાની આવક (EBITDA) 7,971 કરોડ (1.1 બિલયન અમેરિકન ડોલર) રહી જે 8.7 % વધારે છે.
 • ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો 3,020 કરોડ (409 મિલિયન અમેરિકન ડોલર) રહ્યો, જે 19.8 %ની વૃધ્ધિ દર્શાવે છે
 • સપ્ટેમ્બર 30, 2020ની સ્થિતિએ ગ્રાહકોની સંખ્યા 405.6 મિલિયન હતી, જે 1.8 %ની વૃધ્ધિ દર્શાવે છે.
 • ત્રિમાસિક ગાળા માટેની વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (એ.આર.પી.યુ.) રૂ. 145 પ્રતિમાસ રહી, જે અગાઉના ત્રિમાસિક ગાળામાં રૂ. 140.3 હતી.
 • ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ વાયરલેસ ડેટા ટ્રાફિક 1,442 કરોડ ગીગા બાઇટ (જી.બી.) રહ્યો, જે 1.5 %ની વૃધ્ધિ દર્શાવે છે.

સંકલિત પરિણામો – રિલાયન્સ રીટેલ

 • ત્રિમાસિક ગાળા માટેની આવક રૂ. 41,100 કરોડ (5.6 બિલિયન અમેરિકન ડોલર) રહી, જે 30.0 % વધારે છે.
 • ત્રિમાસિક ગાળા માટેની ઘસારા, વ્યાજ અને કરવેરા પહેલાની આવક (EBITDA) રૂ. 2,006 કરોડ (272 મિલિયન અમેરિકન ડોલર) રહી, જે 85.9 % વધારે છે.
 • ત્રિમાસિક ગાળા માટેનો ચોખ્ખો નફો રૂ. 973 કરોડ (132 મિલિયન અમેરિકન ડોલર) રહ્યો, જે 125.8 % વધારે છે.
 • ત્રિમાસિક ગાળા માટેનો રોકડ નફો રૂ. 1,408 કરોડ (191 મિલિયન અમેરિકન ડોલર) રહ્યો, જે 77.3 % વધારે છે.
 • હાલમાં ચાલુ ફિઝીકલ સ્ટોર્સની સંખ્યા 11,931, ત્રિમાસિક ગાળામાં 125 સ્ટોર્સનો ચોખ્ખો વધારો

પરિણામો પર ટીપ્પણી કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “પેટ્રોલિયમ અને રીટેલ વિભાગમાં રીકવરી અને ડિજીટલ સર્વિસીસ વ્યવસાયમાં સાતત્યપૂર્ણ વૃધ્ધિ સાથે અમે અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ સમગ્રતા મજબૂત કામકાજ અને નાણાંકીય પ્રદર્શન દર્શાવ્યું છે.

અમારા ઓઇલ-ટુ-કેમિકલ (ઓ2સી) વ્યવસાયમાં સ્થાનિક માંગમાં તીવ્ર સુધારો થયો છે અને મોટાભાગના ઉત્પાદનોની માંગ કોવિડ પહેલાંની સ્થિતિએ પહોંચી છે. સમગ્ર દેશમાં લોકડાઉન હળવું થતાં મુખ્ય વપરાશની વસ્તુઓમાં મજબૂત વૃધ્ધિ સાથે રીટેલ વ્યવસાય પ્રવૃત્તિઓ હવે સમાન્ય બની છે. છેલ્લાં છ મહિનામાં જિયો અને રીટેલ વ્યવસાયમાં ઘણી મોટી મૂડી ઊભી કરવા સાથે ઘણાં વ્યૂહાત્મક અને નાણાંકીય રોકાણકારોને અમે રિલાયન્સ પરિવારમાં આવકાર્યા છે. ભારતમાં રહેલી તકોને કેન્દ્રમાં રાખીને અમે અમારા દરેક વ્યવસાયોમાં વૃધ્ધિની તકો શોધતાં રહીશું.”

Leave a Reply

Your email address will not be published.