કોરોના વાયરસનો કકળાટ દિવસે દિવસે વધી રહ્યો છે સમગ્ર વિશ્વ કોરોના કહેરમાં સપડાઈ ગયું છે કોરોના મહામારી ને પગલે આર્થિક બોજ પણ વધી રહ્યો છે ત્યારે સરકારે મહામારીનો સામનો કરવા 21 દિવસનું લોકડાઉન આપી જનતાના આરોગ્યની ચિંતા કરી છે વડાપ્રધાન રાહત ફંડ અને મુખ્ય મંત્રી રાહત ફંડમાં સહાયની અપીલ કરી છે કેન્દ્રીય મંત્રીએ ગઈકાલે સાંસદોના પગાર માંથી 30 ટકા પગાર કાપવા ની વાત લરી હતી ત્યારે મહામારી માં સતત ખડેપગે જનતા પાસે સરકાર અને વાહીવટી તંત્રને મદદરૂપ થવા પોરબંદરના સાંસદ રમેશ ધડુકે એક વર્ષનો પગાર વડાપ્રધાન રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. સાંસદ રમેશ ધડુક લોકો ની સેવા અને ધાર્મિક કાર્યમાં દર વર્ષે કરોડો રૂપિયા દાન કરે છે ત્યારે હાલની આરોગ્યની સ્થિતિ જોઈ રમેશ ધડુકે એક વર્ષનો સરકારમાંથી પગાર નહિ લેવાની જાહેરાત કરતા લોકોએ આ વાત વધાવી લીધી હતી અને જનતાના ખરા સેવકને અભિનંદન આપ્યા હતા.
શું ખબર...?