///

મહારાષ્ટ્રમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર અપાઇ રાહત

મહારાષ્ટ્ર સરકારે મિશન બિગેનના આધારે લોકડાઉનમાં કન્ટેનમેન્ટ ઝોન બહાર રાહત આપી છે. જેમાં કેટલીક શરતોની સાથે આજે ગુરૂવારથી થિયેટર, નાટ્યગૃહ, યોગ સેન્ટર, સ્વિમિંગ પૂલ અને ઇન્ડોર ખેલો સ્ટેડિયમ ખોલવાની મંજૂર આપવામાં આવી છે. તેના માટે સંબંધિત વિભાગે SOP જાહેર કરી છે.

રાજ્યમાં સિનેમા, નાટ્યગૃહ અને સ્વિમિંગ પૂલ ખોલવાની માગ સતત થઇ રહી હતી. તેના માટે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના ત્યાં બેઠક યોજાઇ હતી.

સરકારે આ માટે આદેશ જાહેર કર્યા છે. રાજ્યમાં મલ્ટિપ્લેક્સ, થિયેટર અને નાટક થિયેટર પોતાની કુલ ક્ષમતાના 50 ટકા સુધી શરૂ કરી શકે છે. આ વિશે રાજ્યના સાંસ્કૃતિક વિભાગ અલગથી દિશા નિર્દેશ જાહેર કરશે. જેમાં મહત્વની વાત તો એ છે કે સ્વિમિંગ પૂલ માત્ર રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરના તરવૈયાઓની તાલીમ માટે જ ખોલવામાં આવશે. તેના માટે રાજ્ય સરકારના રમત વિભાગે અલગ દિશા નિર્દેશ જાહેર કર્યા છે.

આ સાથે સરકારે બેડમિન્ટન, ટેનિસ, ઇંડોર શૂટિંગ રેન્જ સહિત અન્ય ઇન્ડોર ગેમ શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ ખેલાડીઓએ સામાજિક અંતરનું કડકાઇથી પાલન કરવું પડશે. જરૂરીયાત અનુસાર સેનેટાઇઝરનો પણ ઉપયોગ કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published.