///

આજે પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં રાહત, જાણો 1 લીટરનો ભાવ

ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના ભાવની વાત કરવામાં આવે તો તેમાં તેજી જોવા મળી રહી છે. જોકે અમેરિકામાં ઇન્વેન્ટ્રી ઘટવાથી તેની અસર કાચા તેલમાં જોવા મળી રહી છે. જોકે આજે સતત 41મા દિવસે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે પેટ્રોલનો ભાવ 51 દિવસથી એક સરખો જ રહ્યો છે.

નોંધનીય છે કે, પેટ્રોલના ભાવમાં છેલ્લીવાર 22 સપ્ટેમ્બરે 7થી 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળ્યો હતો. 1 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ડીઝલનો ભાવ 3 રૂપિયા પ્રતિ લીટરથી વધુ ઘટ્યો છે. જોકે પેટ્રોલના ભાવ પર કોઈ અસર થઈ નથી. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે ઓગસ્ટ મહિનામાં પેટ્રોલ અને તે પહેલા જુલાઇમાં ડીઝલના ભાવમાં વધારો નોંધાયો હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવની વાત કરીએ તો આજે દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલ 70.46 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ 87.74 રૂપિયા અને ડીઝલ 76.86 રૂપિયા પ્રતિ લીટર, કોલકાતામાં પેટ્રોલ 82.59 રૂપિયા અને ડીઝલ 73.99 રૂપિયા પ્રતિ લીટર છે તેમજ ચેન્નઈમાં પેટ્રોલ 84.14 રૂપિયા અને ડીઝલ 75.95 રૂપિયા પ્રતિ લીટર છે.

Leave a Reply

Your email address will not be published.