//

4 દિવસ માટે હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર

છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે મોરચો માંડતો અને પોતાના સમાજ માટે લડતા કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલની સમસ્યાઓનો થોડા સમય માટે અંત આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ પર થયેલા કેસ અંગે હાઇકોર્ટે હાર્દિક પટેલને વચગાળાની રાહત આપી છે. પોલીસ હાર્દિક પટેલની ૪ દિવસ સુધી ધરપકડ કરી શકશે નહીં.

ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, બિનજામીનપાત્ર વોરંટ હોવા છતાં હાર્દિક પટેલની રાજદ્વોહનાં કેસમાં ગેરહાજર રહેતા સેસન્સ કોર્ટે વોરંટ રજુ કર્યુ હતું. જેને લઇને હાર્દિકે ગુજરાત હાઇકોર્ટમાં વોરંટને પડકારવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. જયારે બીજી બાજુ સુપ્રીમ કોર્ટે પણ હાર્દિકને વચગાળાની રાહત આપી છે. હાર્દિકને એકસાથે બે કેસમાં રાહત આપવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published.