/

રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર, 1લી એપ્રિલથી થશે રાશન સામગ્રીનું વિતરણ

લોકડાઉન વચ્ચે યોજાયેલ મુખ્યમંત્રીના સચિવ અશ્વિન કુમારની પ્રેસમાં મહત્વની જાહેરાત કરવામાં આવી છે.. સમગ્ર ગુજરાતમાં 1લી એપ્રિલથી BPL અને APL પરિવારોને રાશનનું વિતરણ કરવામાં આવશે રાશન વિતરણ માટે દરેક ગામમાં શિક્ષક અને તલાટી સહિત 4 લોકોની કમિટી બનાવી રાશન વિતરણ કરવામાં આવશે. સાથેજ શહેરી કમિટીમાં પોલીસ, સામાજિક આગેવાન અને શિક્ષકોને રાશન વિતરણની કામગીરી સોંપવામાં આવશે. રાશન વિતરણ માટે દુકાન દુકાનદાર અને કમિટી દ્વારા 25- 25 લોકોને બોલાવવામાં આવશે અને સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી રાશનનું વિતરણ કરાશે. તો સસ્તા અનાજની દુકાનો પર નિયમોનુસાર રાશનનું વિતરણ કરવામાં આવશે. ભીડ એકઠી ના થાય તે બાબતનું ધ્યાન રાખી ટોકન આપવામાં આવશે જે અનુસાર રાશન વિતરણ કરાશે. સચિવ અશ્વિન દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્ય પાસે દોઢ વર્ષ ચાલે તેટલું રાશન છે તો 66 લાખ કુટુંબોના સવા 3 કરોડ લોકોને રાશન અપાશે. તો 4 એપ્રિલથી 3 કરોડ 25 લાખ લોકોને અન્ન કીટ પણ આપવામાં આવશે. સચિવ દ્વારા કહેવામાં આવ્યું છે કે બાકીના જરૂરિયાતમંદ લોકોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત અનાજ પૂરું પાડવામાં આવશે. બ્રહ્મ યોજના અંતર્ગત બહારના રાજ્યોના નાગરિકોને અનાજ આપવામાં આવશે. સાથેજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અનાજ દળાવવાની ઘંટીઓ ચાલુ રાખવામાં આવશે. તો રાજ્યના શ્રમિકો પોતાના વતન પરત જાય નહીં તે માટે વ્યવસ્થા કરી ખાસ 40 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. સચિવે જણાવ્યું કે વીડિયો કોન્ફરન્સ દ્વ્રારા તમામ કલેકટર અને અધિકારીઓને સુચના આપવામાં આવી છે સાથેજ કલેકટરોને જરૂરી રકમ પણ ફાળવી દેવામાં આવી છે. તો અમદાવાદની 700થી જેટલી સસ્તી અનાજની દુકાન પર રાશન વિતરણ વ્યવસ્થા શરૂ કરી, અમદાવાદના 3 લાખ 22 હજાર પરિવાર સુધી રાશન પહોંચાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.