દુનિયામાં જાણીતા મંદિરોમાં ભગવાનશ્રી કૃષ્ણનું જગત મંદિર અને જ્યોતિલિંગ જાણીતું છે જ્યાં દરરોજ લાખો ભક્તો પોતાની આસ્થા સાથે ભક્તિ માટે આવે છે ભગવાનની માનતાઓ પૂર્ણ કરે છે તેવી જ રીતે નાગેશ્વરમાં આવેલું જાણીતું નાગેશ્વર મંદિર સહીતના તમામ મંદિરો કોરોના વાયરસના કારણે 31 મી માર્ચ સુધી બંદ રાખવાનો આદેશ દ્વારકા વહીવટી તંત્ર એ કર્યો છે

જેમાં જગત મંદિર જ્યોતિલિંગ નાગેશ્વરે મંદિર સહીતના તમામ દેવાલયો હાલ 31 મી માર્ચ સુધી બંદ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે મંદિરો બંદ રહેવાથી આવનાર ભક્તો અને શ્રદ્ધાળુઓની ભીડ ઘટશે જેના કારણે વાયરસના ચેપ ફેલાતા અટકશે તેથી વહીવટી તત્ર એ મંદિરો બંદ રાખવાનો આદેશ કર્યો છે.