//

ધાર્મિક Breaking News : વડતાલ સ્વામિનારાયણ મંદિરનો મોટો નિર્ણય ચૂંટણી મોકૂફ રાખવામાં આવી

ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર  મચાવી રહ્યો છે ત્યારે રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે મહાનગરોમાં લોકડાઉનના આદેશો આપી દેવામાં આવી રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય મંદિર વડતાલ ટેમ્પલ બોર્ડની આગામી તારીખ 8/4/2020 ના રોજ યોજાનારી ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યો  છે વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી મંડળની 10મી મિટિંગ યોજાઈ હતી જેમાં આગામી વડતાલ ટેમ્પલ બોર્ડની ચૂંટણી કોરોના વાયરસના કારણે હાલ  પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયે કોરોના વાયરસની વધતી જતી મહામારીના પગલે નિર્ણય કર્યો  હોવાનું સંસ્થા દ્રારા જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published.