////

Remdesivir પર WHO એ લગાવ્યો પ્રતિબંધ, પ્રી ક્વોલિફિલેશન લિસ્ટમાંથી પણ હટાવી

દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ વચ્ચે રેમડિસિવીરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં ઘણા સમય સુધી રેમડિસિવીરને કોરોનાની કારગર ગણવામાં આવી રહી હતી. ભારતમાં કોવિડ 19 દર્દીઓની સારવામાં તો આ રેમડિસિવીરનો ઉપયોગ સારી એવી રીતે થયો હતો. કહેવામાં આવે છે કે તેના લીધે કોરોના દર્દીઓના જીવ બચી રહ્યા છે. તે દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ આ રેમડિસિવીર ઇન્જેક્શનને કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધી છે.

એક રિપોર્ટ અનુસાર WHO એ આ ઇન્જેક્શનને કોરોના દર્દીઓની સારવાર સાથે જોડાયેલી યાદીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. એટલે કે વૈશ્વિક સંસ્થાએ રેમડિસિવીરને પોતાની પ્રી ક્વોલિફિકેશન યાદીમાંથી દૂર કરી દીધી છે. આ નિર્ણય લેતાં પહેલાં WHO એ કોવિડ દર્દીઓની સારવાર દરમિયાન તેના ઉપયોગને લઇને ચેતાવણી પણ જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે WHO ના દાવાની વિરૂદ્ધ ભારત સહિત દુનિયાના ઘણા દેશમાં કોરોના દર્દીઓની સારવાર માટે રેમડિસિવીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભારતમાં પણ ગંગા રામ હોસ્પિટલના પ્રમુખ ડોક્ટરોમાં એક ડોક્ટર રાણા તેના કોરોના સારવારમાં પ્રભાવી હોવાની ક્ષમતા પર સવાલ ઉઠાવી ચૂક્યા છે. દેશમાં પણ તેને કોવિડ સારવારની યાદીમાંથી બહાર કરવાની ચર્ચા ચાલી રહી હતી.

Leave a Reply

Your email address will not be published.