//

મેંદરડા સાસણ રોડ પર કાર નદીમાં ખાબકી : જુઓ અહેવાલ

જૂનાગઢ મેંદરડા સાસણ રોડ પર આવેલા માલણકા બ્રિજ નીચે ખાબકી હતી  કારને બહાર કાઢવા સ્થાનિકો ની મદદ બાદ  ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડે  કાર તો બહાર કાઢી હતી પરંતુ કારમાં કોઈ સવાર હતું કે કેમ તે અંગે ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી આવી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ સાસણ માલણકા બીજ નજીક થી XUV કાર GJ 23 AN 6428 પસાર થતી હતી તે કાર  અચાનક માલણકા  બ્રિજ નીચે ખાબકી હતી તે કાર માં કોઈ મુસાફરો કે ડાઇવર સવાર હતા કે કેમ તે બાબત ની કોઈ જાણકારી હજુ સુધી મળી નથી. પરંતુ કાર ને બ્રિજ નીચે થી ફાયર બ્રિગેડ ના જવાનો એ રેસ્ક્યુ કરી કાઢી લીધી છે. 

Leave a Reply

Your email address will not be published.