//

મેડિકલ એસોસિએશનની સરકારને રજૂઆત, શાળા ડીસેમ્બરમાં શરૂ કરે

દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં કેસમાં વધારો થતા પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી પુરી શકયતા છે. તેવામાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે, તેના પર વિચારણા કરવી જરૂરી બની ગઈ છે. આ વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબી નિષ્ણાંતોએ 23 નવેમ્બરની જગ્યાએ ડિસેમ્બરના પ્રારંભે શાળાઓ ખોલવા સૂચન કર્યું છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારથી લઇને આજ દિન સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પરંતુ થોડા દિવસ પૂર્વે જ કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો થતા રાજ્ય સરકાર 23 નવેમ્બરથી ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કરવાના નિષ્કર્ષ પર પહોંચી હતી. તે માટે સરકારી ગાઈડલાઈન પણ જાહેર કરી દેવાઈ હતી. પણ દિવાળીના તહેવારમાં કોરોનાના વધતા કેસોનો અભ્યાસ કરતા સંક્રમણની ગંભીરતા વધી છે. જેના પગલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો પણ માની રહ્યા છે કે, હાલમાં કોરોનાના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. જાણે કે કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આ પરિસ્થિતિને જોતા સરકાર 23 નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો તેમા ફેર વિચારણા કરવી જરૂરી છે.

23 નવેમ્બરથી વર્ગો શરૂ કરવાની વાત છે તેની જગ્યાએ હજુ એક અઠવાડિયાની રાહ જોવામાં આવે તો ચિત્ર વધુ સ્પષ્ટ થશે. એટલે કે 23ની જગ્યાએ ડિસેમ્બરમાં શાળા ખોલવામાં આવે તેવું સૂચન તબીબોએ કર્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય ડો. વસંત પટેલનું માનવું છે કે, હાલમાં કેસ વધી રહ્યા છે અને લાભ પાચમ સુધી કેસ વધી શકે છે. જેથી સ્કૂલ ખોલવાની તારીખમાં અઠવાડિયું રાહ જોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published.