શહેરના તટીય શહેર ઇઝમીરમાં બચાવ કાર્ય કર્મીઓએ ભૂંકપના 4 દિવસ બાદ એપાર્ટમેન્ટના કાટમાળ નીચેથી એક બાળકીને જીવતી કાઢવામાં આવી હતી. આ બાળકીને મંગળવારે હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. શુક્રવારે આવેલા ભૂંકપ બાદ બાળકી 91 કલાક સુધી કાટમાળ નીચે દબાઇ હતી.
મળતી માહિતી મુજબ આ કાટમાળ નીચેથી 107 લોકોને જીવતા કાઢવામાં આવ્યા હતાં. બાળકીની માતાને પણ આ કાટમાળ નીચેથી કાઢવામાં આવી હતી. પરંતુ કમનશીબે તેમનું મોત નિપજ્યું હતું. બાળકીનો ભાઇ અને તેના પિતા ભૂંકપના સમયે તે ઇમારતમાં નહોતા જેથી તેમનો બચાવ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલાં પણ એક 3 વર્ષીય અને 14 વર્ષીય બાળકીને કાટમાળ નીચેથી બચાવવામાં આવી હતી.