
રાહુલગાંધી યાત્રાનો પ્રારંભ કરાવશે સોનિયાગાંધી પુર્ણાહુતી કરાવશે આગામી 12મી માર્ચે ગાંધી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રાનું ગુજરાત કોંગ્રેસ દ્રારા આયોજન કરવામાં આવેલ છે જેમાં દેશ અને રાજ્યના અનેક નેતાઓ જોડાવાના છે પ્રથમ દિવસે 9 કિમિ સુધી રાહુલ ગાંધી પણ પદયાત્રામાં જોડાવાના છે જેને લઇને આજે ગુજરાત કોંગ્રેસે એક ખાસ બેઠકનું આયોજન કરેલ હતું અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓને અલગ અલગ સ્થળથી યાત્રાની જવાબદારી સોંપવામાં આવી હતી. દાંડીયાત્રાના આયોજન માટે કોંગ્રેસ ભવન ખાતે યોજાઈ બેઠક જેમાં ચર્ચા કરવામાં આવી હતી અને જવાબદારીઓ સોંપી હતી ખાસ કરીને
12મી માર્ચથી શરૂ થનારી ગાંધી સંદેશ યાત્રાનો રાહુલ ગાંધી કરાવશે પ્રારંભ
મધ્ય અને દક્ષિણ ગુજરાતના હોદ્દેદારો બેઠકમાં રહ્યા હજાર અમદાવાદથી આનંદ સુધીના યાત્રાના ઇન્ચાર્જની જવાબદારી ભરતસિંહ સોલંકીને સોંપાઈ આનંદથી ભરૂચ સુધીના રૂટની જવાબદારી સિદ્ધાર્થ પટેલને સોંપાઈ ભરૂચથી સુરત સુધીના રૂટની જવાબદારી અર્જુન મોઢાવડીયાની સોંપાઈ સુરતથી દાંડી સુધીના વિસ્તારની જવાબદારી તુષાર ચૈધારીને સોંપાઈ ગાંધી સંદેશ યાત્રા 26 દિવસમાં 386 કી.મી.નું અંતર કાપશે.
6 એપ્રિલના રોજ દાંડી ખાતે સોનિયા ગાંધી યાત્રાની પુર્ણાહુતી કરશે