///

પૂર્વ રાષ્ટ્રપતિના પુસ્તકમાં ઘટસ્ફોટ, 2014ની ચૂંંટણીમાં…

દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પોતાના પુસ્તક ધ પ્રેસિડેન્શિયલ યર્સમાં કોંગ્રેસના પતનને લઈને ઘણા ખુલાસા કરવામાં આવ્યા છે. ત્યારે આગામી વર્ષે બજારમાં આવનાર આ પુસ્તકમાં વર્ષ 2014મા કોંગ્રેસને મળેલી હારના કારણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, હાર માટે ઘણી હદ સુધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જવાબદાર હતા. તેવા સમયે જ્યારે કોંગ્રેસ નેતૃત્વ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે આ પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણીથી વિવાદ ઉભો થવાની આશંકા છે.

આપને જણાવી દઈએ કે, પ્રણવ મુખર્જી પોતાના નિધન પહેલા સંસ્મરણ ધ પ્રેસિડેન્શિયલ ઇયર્સ પુસ્તક લખી ચુક્યા છે. આ પુસ્તક રૂપા પ્રકાશન પ્રકાશિત દ્વારા જાન્યુઆરી 2021મા વાચકો માટે ઉપલબ્ધ થશે. મુખર્જીનું કોરોના સંક્રમણ બાદ સ્વાસ્થ્ય સંબંધી બીમારીને કારણે આ વર્ષના ઓગસ્ટમાં 84 વર્ષની ઉંમરે નિધન થયુ હતુ. આ પુસ્તકમાં પશ્ચિમ બંગાળના એક ગામથી દેશના રાષ્ટ્રપતિ ભવન સુધી તેમની સફર વિશે જણાવવામાં આવ્યું છે. સાથે કોંગ્રેસના પતન અને પાર્ટીમાં ઉભા થયેલા મતભેદો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તકમાં આગળ લખ્યું છે કે, પાર્ટીના કેટલાક સભ્યોનું તે માનવું હતું કે જો 2004મા તે વડાપ્રધાન બન્યા હોત તો 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે પરાજયનો સામનો ન કરવો પડત. પરંતુ આ વાતમાં હું વિશ્વાસ નથી રાખતો. હું તે માનુ છું કે મારા રાષ્ટ્રપતિ બન્યા બાદ પાર્ટીના નેતૃત્વએ રાજકીય દિશા ગુમાવી દીધી. સોનિયા ગાંધી પાર્ટીના મામલાને સંભાળવામાં અસમર્થ હતા. તો મનમોહન સિંહની ગૃહમાં લાંબી ગેરહાજરીને કારણે સાંસદોની સાથે કોઈપણ વ્યક્તિગત સંપર્ક પર વિરામ લાગી ગયો.

તેમણે પુસ્તકમાં આગળ લખ્યું છે કે, મારૂ માનવું છે કે શાસન કરવાનો નૈતિક અધિકાર વડાપ્રધાન સાથે જોડાયેલો છે. રાષ્ટ્રની સમગ્ર સ્થિતિ પીએમ અને તેમના તંત્રના કામકાજને પ્રતિબિંબિત કરે છે, જ્યારે મનમોહન સિંહને ગઠબંધન બનાવવાની સલાહ આપવામાં આવી, તેઓ ગઠબંધનને સાચવી રાખવાનું વિચારતા હતા અને તેની અસર સરકાર પર પણ દેખાતી હતી. તો નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં સર્વાધિકારી શૈલીને અપનાવતા પ્રતીત થઈ જે સરકાર, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા વચ્ચે મજબૂત સંબંધોના દ્વારા જોવા મળી.

Leave a Reply

Your email address will not be published.