///

અમીર મહિલાએ બનાવ્યો 15 વર્ષ નાનો બોયફ્રેન્ડ, આપે છે 11 લાખનો પગાર!

જૂલી પોતાના બોયફ્રેન્ડ પાસે ભોજન બનાવડાવવાથી લઈને પૂલની સફાઈ સુધીના ઘરના તમામ કામો કરાવે છે. આ માટે તે તેના બોયફ્રેન્ડને જોઈએ તે બધી જ વસ્તુઓ લાવીને આપે છે.

એક 44 વર્ષીય મહિલાના કહેવા પ્રમાણે તે પોતાના બોયફ્રેન્ડને ફિક્સ સેલેરી આપે છે. મહિલાનો બોયફ્રેન્ડ ઉંમરમાં તેના કરતા 15 વર્ષ નાનો છે. જૂલી નામની આ મહિલાએ ટિકટોક એકાઉન્ટ @julie.withthebooty પર પોતાના બોયફ્રેન્ડ અંગેની અનેક વાતો જણાવી હતી. જૂલીની ઉંમર 44 વર્ષ છે અને તેના બોયફ્રેન્ડની ઉંમર 29 વર્ષ છે. જૂલીના કહેવા પ્રમાણે તે પોતાના બોયફ્રેન્ડ પર ઘણાં રૂપિયાનો ખર્ચો કરે છે જેથી તે તેના પાસે કંઈ પણ કરાવી શકે.

જૂલી પોતાના બોયફ્રેન્ડ પાસે ભોજન બનાવડાવવાથી લઈને પૂલની સફાઈ સુધીના ઘરના તમામ કામો કરાવે છે. આ માટે તે તેના બોયફ્રેન્ડને જોઈએ તે બધી જ વસ્તુઓ લાવીને આપે છે. તે એક મહિનામાં તેના પર 15 લાખ રૂપિયાનો ખર્ચો કરી ચુકી છે. મહિલાના કહેવા પ્રમાણે તે દર મહિને તેના બોયફ્રેન્ડને આશરે 11 લાખ રૂપિયાનો પગાર આપે છે. જોકે તેમ છતાં તે પૂલની સફાઈ કરવાનું ભૂલી ગયો હતો. જૂલીએ જણાવ્યું કે, તેનો બોયફ્રેન્ડ સેલેરીના બદલામાં કંઈ પણ કામ કરી આપે છે.

અનેક લોકો તેમની ઉંમર વચ્ચેના તફાવતને લઈ કટાક્ષ કરે છે પરંતુ જૂલીને તેની કોઈ જ પરવાહ નથી. અનેક લોકો ઉંમરનો તફાવત જોઈને જલ્દી જ તેનો બોયફ્રેન્ડ તેને છોડીને અન્ય કોઈ યુવતી પાસે જતો રહેશે તેવી સલાહ આપે છે. જોકે જૂલીના કહેવા પ્રમાણે છોડી દેવાનો ડર તેના બોયફ્રેન્ડને હોવો જોઈએ કે, ક્યાંક તે તેને છોડી ન દે. જાણવા મળ્યા મુજબ જૂલી ખૂબ જ અમીર મહિલા છે અને તેના પાસે કાર, બંગ્લો તથા સારૂ એવું બેન્ક બેલેન્સ છે.

Leave a Reply

Your email address will not be published.