//

અભિનેત્રી રિચા ચઢ્ઢાને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત કરાઈ

બોલીવુડમાં સુંદરતાની સાથે સાથે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર તેમજ ફૂકરેની ભોલી પંજાબણ તરીકે ઓળખાતી રિચા ચઢ્ઢાને ભારત રત્ન ડૉ.આંબેડકર ઍવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવી છે. ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ 7 નવેમ્બરે રિચાને આ ઍવોર્ડ મળ્યો હતો.

મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારીના રાજભવનમાં આયોજીત કાર્યક્રમ દરમિયાન રિચાને આ ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. જોકે કોરોનાના કહેરને કારણે આ સેરેમનીમાં માત્ર 25 લોકોને જ ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રિચા ચઢ્ઢા કહ્યું કે, હું ખુબ જ ખુશ છુ અને આ સન્માન મારા દિલની ખુબ જ નજીક હશે. એક એવી એક્ટર કે જેનું કોઇ ગોડફાધર નથી તેના માટે દરેક ઉપલબ્ધિ કિમતી અને મહેનતની કમાણી હોય છે. આ ઍવોર્ડ મારા સપના પર મારા વિશ્વાસને વધારે છે.

તો વધુમાં રીચાએ કહ્યું કે, એક કલાકારનું કામ મનોરંજન કરવા સિવાય ઘણુ વધારે હોય છે. આપણા દરેકની આ જવાબદારી છે કે, આપણે આ સમાજને ઉપર ઉઠાવીએ. હું આ એવોર્ડ માટે આભારી છુ અને આ મને ભવિષ્યમાં સારા પ્રોજેક્ટ માટે પ્રોત્સાહિત પણ કરશે.

નોંધનીય છે કે, સુનિલ શેટ્ટીના ભાઇને પણ આ જ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. જેમાં લૉકડાઉન દરમિયાન તે લોકોની મદદ માટે આગળ આવ્યા હતા. તો રિચા સાથે અન્ય હસ્તીઓને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.