////

પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, જાણો નવો ભાવ

ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં ફરી ભાવ વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં સરેરાશ 20 પૈસા અને ડીઝલના ભાવમાં સરેરાશ 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દેશની રાજધાનીમાં પેટ્રોલ 17 પૈસા અને ડીઝલ 22 પૈસા મોંઘું થયું છે.

ઉલ્લેખનિય છે કે આ પહેલા પેટ્રોલના ભાવમાં 7થી 8 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો થયો હતો. 1 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ડીઝલનો ભાવ 3 રૂપિયા પ્રતિ લીટરથી વધુ ઓછો થયો છે. જોકે પેટ્રોલના ભાવ પર કોઈ અસર થઇ નહોતી. ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો.

પેટ્રોલ ડીઝલના ભાવ પ્રતિ લીટર

  • દિલ્હી – પેટ્રોલ 81.23 રૂપિયા અને ડીઝલ 70.68 રૂપિયા
  • મુંબઈ – પેટ્રોલ 87.92 રૂપિયા અને ડીઝલ 77.11 રૂપિયા
  • કોલકાતા – પેટ્રોલ 82.79 રૂપિયા અને ડીઝલ 74.24 રૂપિયા
  • ચેન્નઈ – પેટ્રોલ 84.31 રૂપિયા અને ડીઝલ 76.17 રૂપિયા

Leave a Reply

Your email address will not be published.