/

પંજાબમાં ભીષણ માર્ગ અકસ્માત, 5 લોકોના મોત

પંજાબમાં કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત નિપજ્યા છે.

સંગરુર-સુનમ માર્ગ પર એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં આગ લાગી હતી. જેના પગલે કારમાં સવાર 5 લોકોના મોત નિપજ્યા હતાં.

કારમાં સવાર પરિવાર લગ્નપ્રસંગ માટે પંજાબના સંગરુર જિલ્લાના દિરબા ખાતે જઈ રહ્યો હતો. આ ભીષણ અકસ્માતને પગલે મૃતદેહોને કારની બહાર કાઢવા માટે કારના કાટમાળને તોડવો પડ્યો હતો. આ અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.