સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. લાંબી મુસાફરી કરી વતન જતા લોકો હવે સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર ઝડપી કાપી શકશે. જેમાં હવે માત્ર ચાર કલાકમાં જ સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર કાપી શકશે.
જી હા એ સાચુ છે ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે ડિસેમ્બરના અંત સુધીમાં રોપેક્ષ સેવા શરુ થશે. આ પ્રોજેક્ટમાં સુરત ખાતે હિરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ઘણા સૌરાષ્ટ્રના વેપારીઓને ફાયદો થશે. ઘોઘા-હજીરા વચ્ચેની રોપેક્ષ સેવાને લઇને પેસેન્જર, વાહનોના દર કંપનીએ નક્કી કરી દીધા છે. રોપેક્ષ સેવાથી ઘોઘાથી હજીરા માત્ર 4 કલાકમાં પહોંચી જવાશે અને પરિવહનના સમયમાં પણ ઘટાડો થશે.