////

દેશમાં કોરોનાના નુકસાનને લઈને RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કંઈક આવું…

નવરાત્રિમાં દશેરાના અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર ખાતેના હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજા કરવામાં આવી. જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતમાં કોરોનાથી નુકસાન ઓછું છે. તેમણે કહ્યું કે, કોરોનાના કારણે અનેક વિષયો પર ચર્ચા થઈ શકી નહીં.

તેમણે વધુમાં કહ્યું કે, ‘વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણો દેશ સંકટની આ વિકટ પરિસ્થિતિમાં વધુ સારી રીતે ઊભેલો જોવા મળે છે. ભારતમાં કોરોના મહામારીની વિનાશકતાનો પ્રભાવ અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઓછો જોવા મળી રહ્યો છે. તેના અનેક કારણો છે.’ આપણા સમાજની એકરસતાનો, સહજ કરુણા અને શીલ પ્રવૃત્તિનો, સંકટમાં પરસ્પર સહયોગના સંસ્કારનો, જે બધી વાતોને સોશિયલ કેપિટલ એવું અંગ્રેજીમાં કહેવાય છે, તે આપણા સાંસ્કૃતિક સંચિત સત્વનો સુખદ પરિચય આ સંકટની ઘડીમાં આપણને બધાને મળ્યો.

જોકે કોરોના સંકટને કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ વર્ષે વિજયાદશમીના કાર્યક્રમ અંગે અનેક ફેરફાર કર્યા છે. જેમાં વિજયાદશમી કાર્યક્રમમાં કોઈ મુખ્ય અતિથિ નથી. આ સાથે જ 50થી પણ ઓછા સ્વયંસેવકોએ જ આયોજનમાં ભાગ લીધો છે.

Leave a Reply

Your email address will not be published.