/////

અમદાવાદમાં આજથી સુપર સ્પ્રેડર્સને શોધવા શહેરની લેબમાં થશે RT-PCR ટેસ્ટ

માર્ચ મહિનાની શરૂઆતથી જ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે, ત્યારે પ્રથમ વખત એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 401 કેસ પોઝિટિવ નોંધાયા છે. કોરોના વાઇરસને ફેલાતા અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી સુપર સ્પ્રેડરને શોધવા કવાયત હાથ ધરાઇ છે. આજે એટલે રવિવારથી શહેરની 18 જેટલી લેબોરેટરીમાં 500 રૂપિયામાં સુપર સ્પેર્ડરનો આર.ટી.પી.સી.આર.ટેસ્ટ રિપોર્ટ કરી આપવામાં આવશે.

રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા રાજ્યના અધિક ડોકટર રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં અમદાવાદ કોરોના સંક્રમણ અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ફુડ વેપાર તથા અન્ય કોઈપણ વસ્તુની ડીલીવરી સાથે સંકળાયેલા ધંધાકીય એકમ, ડીલીવરીબોય તથા કર્મચારીઓ માટે ફરજિયાત આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવવાનું રહેશે. રવિવારથી લેબોરેટરી દ્વારા સુપર સ્પેડરનો રિપોર્ટ નિકાળી આપવામાં આવશે.

રાજ્યમાં કોરોનાના કેસ ફરી એક વખત 1500ને પાર પહોંચતા તંત્ર એલર્ટ થઇ ગયુ છે. અમદાવાદ અને સુરતમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ધરખમ વધારો થતા આંશિક લોકડાઉન જેવી સ્થિતિ બની ગઇ છે. રાજ્યમાં કોરોનાના 1565 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. રાજ્યમાં 969 દર્દીઓ સ્વસ્થ થયા છે. તો રાજ્યમાં હાલ 6737 એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published.