///

આજથી 24 કલાક મળશે આરટીજીએસ સુવિધા, રિઝર્વ બેન્કના ગવર્નરે કર્યુ ટ્વિટ

રીયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ (આરટીજીએસ) સુવિધા આજે રવિવાર મધ્યરાત્રીથી પ્રતિ દિવસ ચોવીસ કલાક ઉપલબ્ધ થશે. તેવી રીતે ભારત દુનિયાના તે અમુક દેશોમાં સામેલ થશે જ્યાં આરટીજીએસનું પરિચાલન 7 દિવસ અને 24 કલાક થાય છે. ઉલ્લેખનિય છે કે ભારતીય રિઝર્વ બેન્કે ઓક્ટોબરમાં જાહેરાત કરી હતી કે, આરટીજીએસ સુવિધા વર્ષના તમામ દિવસોમાં 24 કલાક ઉપલબ્ધ થશે.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે ટ્વિટ કર્યું કે, આરટીજીએસ આજે રવિવારે 12.30 કલાકથી 24 કલાક પરિચાલન થશે. આ તકે સંભવ બનાવનારી આરબીઆઇની ટીમ, આઇએફટીએએસ અને સેવા ભાગીદારોને શુભેચ્છા પાઠવી હતી.

આ સાથે જ ભારત દુનિયાના એવા કેટલાક દેશમાં આવી ગયા છે કે, જે આરટીજએસ પ્રણાલીનું પરિચાલન પુરા વર્ષ દરમિયાન 24 કલાક કરે છે.

લગભગ એક વર્ષ પહેલા રિઝર્વ બેન્કે નેફ્ટના પરિચાલનને 24 કલાક કર્યા હતાં. નેફ્ટ નાના મુલ્યોની લેવડ દેવડની લોકપ્રિય રીત છે.

આરટીજીએસનું પરિચાલન 26 માર્ચ, 2004 માં 4 બેન્કોની સાથે શરૂ થયું હતું. જો કે, તેમાં દરરોજના 237 ભાગીદારો બેન્કોની વચ્ચે 4.17 લાખ કરોડ રુપિયાના 6.35 લાખની લેવડ દેવડ થાય છે. નવેમ્બર, 2020 માં આરટીજીએસ પર સરેરાશ લેવડ દેવડનો આકાર 57.96 લાખ રૂપિયા હતાં. આ રીતથી આ વાસ્તવમાં મોટા મુલ્યોવાળી ચૂકવણીની ખૂબ જ સારી પ્રણાલી સાબિત થઇ છે.

આરટીજીએસમાં, લાભકર્તાના ખાતામાં પ્રવેશ માટેની પુષ્ટિ સુવિધા પણ ઉપલબ્ધ છે. શરૂઆતમાં, રિઝર્વ બેન્કે એનઇએફટી અને આરટીજીએસ સિસ્ટમ્સ દ્વારા ટ્રાન્ઝેક્શન પર કોઈ શુલ્ક લગાવ્યો ન હતો.

આ પગલું દેશમાં ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માટે ઉઠાવ્યો હતો. આ ઉપરાંત રિઝર્વ બેન્કોથી તેનો લાભ ગ્રાહકોને આપવા કહ્યું હતું. હવે રિઝર્વ બેન્ક આરટીજીએસ અને નેફ્ટ દ્વારા લેવડ દેવડ માટે બેન્કો પર ન્યૂનતમ શુલ્ક લાગે છે, તો બેન્ક ગ્રાહકો પર શુલ્ક લગાવે છે.

Leave a Reply

Your email address will not be published.