સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ થી ભયભીત બની ગયો છે સરકાર જનજાગૃતિ માટે અને ચેપ રોકવા લોકડાઉન અને કલમ 144 નો ઉપયોગ કરી રહી છે રોજબરોજની ચિંતા કરી લોકોને મુશ્કેલીના પડે તેના માટે અનેકવિધ યોજના આપી રહી છે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ ચિંતિત બનીને લોકોની સેવા લાગી છે સરકારે લોકોના આરોગ્ય માટે મુખ્યમંત્રી રાહત ફંડમા સહાય આપવા અપીલ કરી રહી છે

રાજકીય આગેવાનો પણ સેવા કાર્યમાં જોડાયા છે ધારાસભ્યોએ એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી ચૂકેલા છે ત્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજી પટેલે પણ પોતાના મત વિસ્તારના કામ માટે મળતી ગ્રાન્ટ માંથી 25 લાખ રૂપિયા લોક સેવામાં ઉપયોગ લેવા ભલામણ કરી છે ધારાસભ્ય ગ્રાન્ટ માંથી 25 લાખ આરોગ્ય સેવામાં ઉપયોગમાં ફાળવવા ભલામણ કરી છે અત્રે મહત્વની બાબત એ છે કે આજ સુધી જામનગર જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેશ નોંધાયો નથી ત્યારે રાઘવજી પટેલે પુર પહેલા પાળ બાંધી આરોગ્યની સાધન સામગ્રી લેવા 25 લાખની ગ્રાન્ટ ફાળવી દીધી છે