///

કરફ્યૂમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ હોવાની વાત અફવા

અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કરફ્યૂના પગલે અમદાવાદ સાવ શાંત થઈ ગયું છે. શહેરમાં ચારેતરફ સન્નાટો છવાયો છે, તો શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. શહેરમાં દુકાનોથી લઈને મોલ, મલ્ટીપ્લેક્સ, મંદિરોને પણ તાળા લાગી ગયા છે. તો કેટલાક વિસ્તારોમાં ચકલા પણ ફરકી રહ્યાં નથી. તો બીજી બાજુ રેલવે સ્ટેશન અને એરપોર્ટના મુસાફરો સિવાય ક્યાંય કોઈ નજરે આવી નથી રહ્યાં. ત્યાપે આ પરિસ્થિતિ વચ્ચે કેટલીક અફવાઓએ જોર પકડ્યું છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બંધ કરાયાના મેસેજ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ થયાનો વાયરલ મેસેજ સંપૂર્ણ ખોટો સાબિત થયો છે. એક્સપ્રેસ હાઈવે રાબેતા મુજબ જ ખુલ્લો રાખવામાં આવ્યો છે. સાથે જ હાઈવે પર વાહનોની અવરજવર પણ થઈ રહી છે. તો ટોલ બૂથ સ્ટાફ પણ રાબેતા મુજબ હાજર છે. જોકે, અમદાવાદમાં કરફ્યુના પગલે ફક્ત વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

આ ઉપરાંત શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ, રિંગ રોડ, નેશનલ હાઈવેને કનેક્ટેડ રોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ જગ્યાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.