///

ગુજરાતના સરકારી કર્મચારીઓને રૂપાણી સરકારે આપી મોટી દિવાળી ભેટ

દિવાળી આવી રહી છે, ત્યારે ગુજરાતના પાંચ લાખથી પણ વધુ સરકારી કર્મચારીઓ માટે મુખ્યપ્રધાન રૂપાણીએ મોટી દિવાળી ભેટ આપી છે. રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓને દિવાળી નૂતન વર્ષ તહેવારના પર્વ નિમિત્તે 10 હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો સાથે જ ડિજીટલ ટ્રાન્જેક્શનને વધુ પ્રોત્સાહિત કરવા માટે સરકારી કર્મચારીઓને રૂપિયા પે કાર્ડથી પણ આપવામાં આવશે.

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ એડવાન્સની રકમ વગર વ્યાજે 10 માસિક સરખા હપ્તામાં પરત લેવામાં આવશે. મુખ્યપ્રધાનના આ નિર્ણયને પરિણામે દિવાળીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં પણ રાહત મળશે. જેના પરિણામે નાના વેપારીઓના વ્યવસાય રોજગારને પણ વેગ મળી રહેશે. તો સાથે જ પ્રવર્તમાન સ્થિતિમાં દેશ તથા રાજ્યના અર્થતંત્રને પણ આ નિર્ણયથી નવી ગતિ મળશે.

Leave a Reply

Your email address will not be published.