/////

રશિયાએ કોરોના વેક્સિનના રજીસ્ટ્રેશન માટે WHOને કરી અરજી

હાલમાં કોરોના વાઈરસની રસીને લઈને વિશ્વમાં દરેક દેશ પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યો છે. ત્યારે વિશ્વમાં સામાન્ય પ્રક્રિયાથી પણ ટુંકા સમયગાળામાં રસી પ્રાપ્ય બને તે માટે રશિયાએ તેની કોરોના રસી સ્પુટનિક-5ના રજીસ્ટ્રેશન અને પ્રીકવોલીફીકેશન ઝડપી બનાવવા વિશ્ન આરોગ્ય સંસ્થાને અરજી કરી છે.

આ અંગે WHOના દવાના પ્રોકવોલિફીકેશનમાં દવાની કવોલિટી, સલામતી અને અસરકારકતા ચકાસવામાં આવે છે. WHOના ધારાધોરણ અને આવશ્યકતાઓના પાલનની શરતે મેડીસીનલ પ્રોડકટ પ્રીકવોલીફાઈડ પ્રોડકટસની યાદીમાં સામેલ કરવામાં આવે છે.

ત્યારે રશિયન દૂતાવાસે જણાવ્યું હતું કે, આરડીઆઈએફએ સ્પુટનિક-5 વેકસીનના રજીસ્ટ્રેશન અને પ્રીકવોલીફીકેશન ઝડપી બનાવવા હુને અરજી કરી છે.

Leave a Reply

Your email address will not be published.