///

રશિયાએ કહ્યું- પાકિસ્તાન સાથે અમારા સંબંધોને લઈને ભારતે ચિંતા ન કરવી જોઇએ

રશિયાએ એક નિવેદનમાં કહ્યું કે, ભારતે પાકિસ્તાન સાથે રશિયાની દોસ્તીને લઈને ચિંતા કરવી જોઈએ નહીં. તે ઉપરાંત રશિયાએ તેવું પણ કહ્યું છે કે, પાકિસ્તાન સાથે તેઓ સંબંધને મજબૂત કરવાને લઈને તેઓ પ્રતિબદ્ધ છે.

ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન શંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)નો સભ્ય દેશ છે. રશિયા અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ડિલ અને વ્યાપાર સહયોગને લઈને કરાર થયો છે.

રશિયા મિશન ડિપ્ટી ચીફ રોમન બાબુશ્કિને કહ્યું છે કે, પાકિસ્તાન સાથે રશિયાના સંબંધ સ્વતંત્ર છે અને રશિયા બીજા દેશોની ભાવનાઓનું સન્માન કરે છે. તેમને વધુમાં કહ્યું કે, અમને લાગતું નથી કે, ભારતને ચિંતિંત થવું જોઈએ.

રશિયા બીજા દેશોની સંવેદનાઓને લઈને ખુબ જ સજાગ છે. પરંતુ અમે પાકિસ્તાન સાથે પોતાના સંબંધોનું સન્માન કરે છે. અમારા વચ્ચે સ્વતંત્ર નીતિઓ હેઠળ સંબંધ છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર સંબંધ છે. અમે તે સંબંધને પાકિસ્તાનની દ્રષ્ટિ અનુસાર વિકસિત કરવાને લઈને પ્રતિબદ્ધ છે કેમ કે, પાકિસ્તાન એસસીઓનો સભ્ય દેશ પણ છે.

તેમને આગળ કહ્યું કે, રશિયાની વિદેશ નીતિનું મૂળ સિદ્ધાંત દ્વિપક્ષીય સંબંધને મજબૂત કરવાનું છે. તેમાં અન્ય બીજા દેશને નિશાનો બનાવવાનો ઉદ્દેશ્ય હોતો નથી.

Leave a Reply

Your email address will not be published.