અમરેલી જિલ્લામાં સૌની યોજના અંતર્ગત થતાં કામની ગુણવત્તાને લઇને ધારી બગસરાનાં ધારાસભ્ય કાંકડીયાએ સવાલો ઉઠાવ્યા છે. સૌની યોજના અંતર્ગત ધારીનો ખોડિયાળ ડેપ અને બગસરાનાં મુંજીયાસર ડેમ સુધીની પાઇપલાઇનનું કામ નબળી ગુણવત્તાવાળું થતું હોવાથી તેમજ ટેન્ડરનાં નિયમો વિરુદ્વનું કામ થતુ હોવાને લઇને કોંગ્રેસના ધારાસભ્ય જે.વી કાંકરિયાએ કામ બંધ કરાવવાની માંગ કરી છે.
સૌની યોજના અંતર્ગત ખેડુતોને ડેમોમાંથી સિંચાઇનું પાણી મળી રહે તેવા હેતુથી સરકારે ડેમોમાંથી પાણી લેવા માટે પાઇપલાઇનનું કામ શરૂ કરવાનું ટેન્ડર બહાર પાડયું હતું. જે ટેન્ડરના નિયમ મુજબ ખોડાણ થતું નથી તેમજ રેતી પણ નાખવામાં આવતી નથી તેવાં આક્ષેપો કરી કામ બંધ કરવાની ધારી બગસરાના ધારાસભ્ય જે.વી કાંકરિયાએ માંગ કરી છે.