/

સાબરમતી જેલ તંત્ર નહીં સુધરે

અમદાવાદની સાબરમતી જેલમાં અવાર-નવાર મોબાઇલ ફોન મળતા રહે છે. તેમજ જેલમાં પ્રતિબંધિક વસ્તુઓ પણ કેદીઓ સુધી પહોંચડવામાં આવે છે. આજે ફરીથી સાબરમતી જેલમાં ૩ મોબાઇલ ફોન સાથે ચાર્જર મળી આવ્યુ હતું. હવે પ્રશ્ન એ થાય છે કે, કડક પોલીસ ચેકિંગ તેમજ પોલીસ બંદોબસ્ત કડક હોવાથી પણ જેલમાં મોબાઇલ કેવી રીતે પહોંચે છે ?


જેલ વિભાગના ઝડતી સ્કવોર્ડ સાબરમતી નવી જેલમાં અલગ-અલગ જેલના બૈરાગમાં સરપ્રાઇસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેનાં પગલે નવી જેલના વીરભગતસિંહ યાર્ડ નંબર-૧ના બહારનાં બાથરૃમની મેઇન ગટરની અંદર પાઇપ લાઇનમાં ૩ ફુટનાં અંદરનાં ભાગમાં પ્લસ્ટીકની કોથળીમાં સંતાડી રાખેલા ૩ મોબાઇલ ફોન અને એક ચાર્જર મળી આવ્યું હતું. જેને લઇને જેલવિભાગે મળેલા ૩ મોબાઇલ ફોન અને ચાર્જર જપ્ત કરી પોલિસ ફરિયાદ દાખલ થઇ હતી. અને જેલમાં મોબાઇલ ફોન પહોંચ્યો કંઇ રીતે જેવી ચોંકાવનારી બાબતો અંગે તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published.