સાડીઓનું સદાવ્રત : જાણો રાજ્યમાં ક્યાં છે અનોખી સાડી લાઈબ્રેરી

શહેરમાં બુક લાઇબ્રેરીઓ તાે ઘણી જાેવા મળી રહે છે પરંતુ શહેરમાં ગ્રામશ્રી સંસ્થા દ્વારા 1 દાયકાથી અનાેખી સાડી લાઇબ્રેરી ચલાવવામાં આવી રહી છે. શહેરના નવા વાડજ વિસ્તારમાં રુદ્વ સેન્ટરમાં સાડી લાઇબ્રેરી આવેલી છે. આ લાઇબ્રેરીમાં જરૃરિયાત બહેનાે કે જે સાડી ખરીદવામાં સક્ષમ હાેતી નથી એવી બહેનાેને ફીમાં કાેઇ જ પ્રકારનાે ચાર્જ લીધા વગર લગ્ર પ્રસંગાેમાં સાડી પહેરવા માટે આપવામાં આવે છે પરંતુ આ બહેનાે સાડી સંસ્થાને પરત કરે તે પહેલા બીજી બહેનાે પણ એ સાડી પહેરી શકે એના માટે ડ્રાય કલીન કરીને પાછી આપવાની હાેય છે.સાડીની કિંમત 1 હજારથી શરૃ થઇને 20 જેટલી હાેય છે. જેમાં પ્યાેર સિલ્ક, ડિઝાઇનર, પેચવર્કવાળી સાડી ફીમાં જરૃરિયાતમંદ બહેનાેને આપવામાં આવે છે.

ગ્રામશ્રી સંસ્થાના કાે-ઑર્ડિનેટર નીતા જાદવે સમાચારવાલા સાથેની વાતચીત કરતા જણાવ્યુ કે શ્રીમંત ઘરની મહિલા માેધી સાડીઓ ખરીદીને માંડ એકાદ-બે વખત પહેરતી હાેય છે. પછી માેંધી સાડીનાે ઉયયાેગ કરતી નથી. જેથી અમારા ટ્રસ્ટીને વિયાર આવ્યાે કે આવી સાડી કબાટમાં પડી રહે તેના કરતા જરૃરિયાત બહેનાેને પહેરવાના કામમાં આવે તાે બહેનાેની સેવા પણ થઇ શકે જેથી તેમણે શ્રીમંત ઘરની મહિલાઓ પાસેથી સારી સાડીઓ ભેટ સ્વરૃપે ઉધરાવવાની શરૂઆત કરી હતી. જેથી વધુ પ્રમાણમાં સાડીઓ આવવાની શરૂઆત થઇ હતી. 

જરૃરિયાત બહેનાે કે જે લગ્ર પ્રસંગમાં  તેમજ વાર-તહેવારાેમાં જરૃરિયાત બહેનાે આ સાડીઓ પહેરવા માટે લઇ જાય છે. પ્યાેર સિલ્કની સાડી, જરી કામવાળી, પેચવાળી સાડીઓ , ડિઝાઇનર સાડીઓ  દાનમાં આવે છે. વર્ષે એવરેજ 80થી 100 જેટલી સાડીઓ અહીં દાનમાં આવે છે.અત્યાર સુધીમાં અંદાજે 1000 જેટલી બહેનોએ આ સેવાનાે લાભ લીધાે છે. તેમજ વર્ષમાં અંદાજે 50થી 60 બહેનાે ઉપયાેગમાં લઇ જાય છે. બહેનાે સાડી પહેરવામાં 15 દિવસ પહેલા એડ્વાન્સ બુકિંગ કરાવે છે. તેમજ અમુક સાડીઓ ડાેનેશનમાં એવી પણ આવે છે કે સાડીનાે કલર જતાે રહ્યાે હાેય કે પછી સાડીઓને કાણા પડી ગયા હાેય તેવી સાડીઑ  પણ સ્વીકારીને ગરીબ મહિલાઓને પાછી નહીં લેવાની શરતે આપી દેતા હાેય છે. અમારી સંસ્થા સાથે રાેટરી કલબ, મહિલા સર્કલમાંથી પણ ડાેનેશન આવતું હાેય છે.

સમાચારવાએ એવી મહિલાઓ કે જેમણે આ સેવાનાે લાભ લીધાે છે. તેમની સાથે પણ વાતચીત કરી હતી.કે આ સાડી લાઇબ્રેરી અમારા જેવા બહેનાે માટે આશીર્વાદરૃપ છે. લગ્ર પ્રસંગે માેંધી સાડી ખરીદીને પૈસા વેડફાયા વગર લગ્રપ્રસંગે ગમતી સાડીઓ લાઇબ્રેરીમાંથી લઇ જઈએ છે. પૈસાની ખેચ હાેવાથૂી પ્રસંગમાં 1 2 દિવસ સાડી પહેરવા માટે પૈસા વેડફાતા હાેય છે. જેથી ખાેટાે ખર્ચાે કરવાે તેના કરતાં લાઇબ્રેરીમાંથી સાડી લઇ જઇને પહેરીએ છીએ. જેથી સાડી ખરીદીના પૈસા અમારે બીજા કામમાં આવે છે. 

Leave a Reply

Your email address will not be published.