/

અસુરક્ષિત ગુજરાત : જાણો ગુજરાતમાં ગુનાખોરી કેટલું પ્રમાણ વધ્યું

સુરક્ષિત ગુજરાતની વાતો કરતી સરકારના રાજમાં ખરેખર ગુજરાત સુરક્ષિત છે ખરા? ગુજરાત સુરક્ષિતના સરકારનાં પોકળ દાવાઓ વચ્ચે વધી રહેલા ગુનાખોરીનું પ્રમાણ ચિંતાનો વિષય બની ગયુ છે. સબ સલામતીની ગુલબાંગો વચ્ચે સામાન્ય નાગરિકોની સ્થિતિ કફોળી બની છે. સબ સલામતના દાવાઓ વચ્ચે ગુના સુરક્ષા કેટલી ખોખલી છે એ વિધાનસભામાં સરકારે લેખિતમાં આપેલા ગુનાખોરીનાં આંકડાઓ પરથી સ્પષ્ટ થઇ ગયુ છે. ગાંધીનગર વિધાનસભામાં બજેટના સત્ર દરમિયાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લૂંટ, ખૂન, ચોરી, બળાત્કાર, અપહરણ, આત્મહત્યા, ધરફોડ ચોરી, રાયોટિંગ, આકસ્મિત મૃત્યુ, અપમૃત્યુ અને ખૂન, તેમજ ખૂનની કોશિશ અંગે નોંધાયેલા ગુનાઓની યાદી માંગી હતી. જેથી સરકારે લેખિતમાં ગુનાખોરીનાં નોંધાયેલા કેસો અંગે માહિતી આપી હતી. સરકારે આપેલી માહિતી મુજબ રાજયમાં બે વર્ષમાં લુંટનાં- ૨૪૬૧, ખૂનનાં-૨૦૩૪, ધાડ-૫૫૯, ચોરી-૨૫,૭૨૩, બળાત્કારના- ૨૭૨૦, અપહરણના- ૫૮૯૭, આત્મહત્યાના-૧૪,૭૦૨, ઘરફોડ ચોરીનાં- ૭૬૧૧, રાયોટીંગ-૩૩૦૫, આકિસ્મત મૃત્યુનાં૨૯,૨૯૭, અપમૃત્યુના- ૪૪,૦૮૧ બનાવો નોંધાયા છે. વિધાનસભામાં સરકારે લેખિતમાં આપેલા આંકડાઓ મુજબ રાજયમાં દરરોજ ૨૦ નાગરિકો આત્મહત્યા કરે છે. જેનાં બે વર્ષમાં ૧૪,૭૦૨ બનાવો નોંધાયા છે. રાજય સરકાર અને પોલીસ આત્મહત્યાના બનાવો ન વધે તે માટે આત્મહત્યાના બનાવોને આકસ્મિત મુત્યુ કે અપમૃત્યુમાં ખપાવવામાં આવે છે. રાજયમાં ૧૨૦ કરતા વધુ નાગરિકો આત્મહત્યા કરી અકુદરતી રીતે મૃત્યુ પામે છે.

ગુનાખોરીનું હબ બનતું ગુજરાતમાં દરરોજ ૨થી ૩ મર્ડરની ઘટના બને છે જેમાં ૨,૦૩૪ બનાવો બન્યા છે. ખૂનની ઘટનાની વાત કરીએ તો સુરતમાં વધુ બનાવો બન્યા છે. ખૂનનાં સૂરતમાંજ ૨૯૨ કેસો નોંધાયા છે. જયારે અમદાવાદમાં ૨૪૯ કેસો બન્યા છે અને રાજકોટમાં ૧૨૯ ખૂના કેસો નોંધાયા છે. રાજયમાં મહિલાઓની સુરક્ષાના દાવાઓ વચ્ચે મહિલાઓની સ્થિતિ કફોળી બની છે. રાજયમાં દુષ્કર્મની ઘટનામાં વધારો થયો છે. જેમાં ૨ વર્ષમાં ૨,૭૨૦ દુષ્કર્મનાં બનાવો બન્યા છે. મહિલાઓ સાથે અત્યાચાર કરી દુષ્કર્મ આચરવાનાં ગુનામાં અમદાવદ મોખરે છે. અમદાવાદમાં ૫૪૦ બનાવો બન્યા છે. જયારે સુરતમાં ૪૫૨ દુષ્કર્મનાં કેસો નોંધાયો છે. જયારે રાજકોટમાં ૧૫૮ દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધવી છે. રાજયમાં રાયોટિંગનાં ૩,૩૦૫ બનાવો નોંધાયો છે. ગુનાખોરીનું હબ બનતુ ગુજરાતમાં રાયોટિંગનાં ૪૦૮ ગુનાઓ નોંધાયા છે. જયારે સુરતમાં ૨૭૭ ગુનાઓ નોંધાયા છે અને ત્રીજા નંબરે વડોદરામાં ૨૧૫ ગુનાઓ નોંધાયા છે. લુંટનાં ગુનાઓમાં અમદાવાદ પ્રથમ ક્રમાકે છે. અમદાવાદમાં ૨ વર્ષમાં લૂંટનાં ૭૦૫ બનાવો બન્યા છે. જયારે સુરત દ્વિતીય ક્રમે છે સુરતમાં ૩૯૬ બનાવો બનયા છે. જયારે ત્રીજા ક્રમાકે લૂંટમાં વડોદરામાં ૧૫૭ બનાવો બન્યા છે. રાજયમાં લૂંટનાં ૨૪૯૧ બનાવો બન્યા છે. અમદાવાદમાં રાજયમાં સૌથી વધુ ચોરી થઇ છે. જેમાં અમદાવાદ પ્રથમ ક્રમે છે. બે વર્ષમાં અમદાવાદમાં ૬૦૪૫ ચોરીના કેસો નોંધાયા છે.

જયારે દ્વિતીય ક્રમે સુરતમાં ૫૯૧૬ કેસો નોંધાયા છે અને વડોદરામાં ૧૯૪૫ બનાવો બન્યા છે. ખાલી ચોરીનાં જ ગુજરાતમાં ૨૫,૭૨૩ બનાવો બનયા છે. અપહરણનાં ગુનાઓમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે સુરત છે સુરતમાં ૯૩૫ અપહરણનાં બનાવો બન્યા છે. જયારે અમદાવાદ છે ૮૩૫ અપહરણનાં ગુનાઓ અમદાવાદમાં નોંધાયો છે. જયારે વડોદરામાં ૩૨૭ બનાવો બન્યા છે. ઘરફોડ ચોરીમાં સૌથી વધુ અમદાવાદમાં ૧૧૮૭ ફરિયાદો નોંધાઇ છે. જયોરે બીજા નંબરે સુરતમાં ૯૮૧ અને વડોદરામાં ૭૧૬ બનાવો બન્યા છે. અપહરણનાં સમગ્ર ગુજરાતમાં ૫૮૮૭ બનાવો બનયા છે. આત્મહત્યાની વાત કરીએ તો ૧૪,૭૦૨ લોકોએ ગુજરાતમાં આત્મહત્યા કરી છે. જેમાં સૌથી વધુ સુરતમાં ૨૧૫૩ લોકોએ જીવન ટુંકાવ્યુ છે. જયારે અમદાવાદમાં ૧૯૪૨ લોકોએ આત્મહત્યા કરી છે. ત્રીજા નંબરે રાજકોટમાં ૧૬૫૧ લોકોએ આત્મહત્યા કરી છે. ખૂનની કોશિસના ગુનાઓમાં અમદાવાદમોખરે છે. ખાલી સુરતમાં જ ખૂનની કોશિશનાં ૩૬૮ કેસો નોંધાયા છે. જયારે સુરતમાં ૨૮૨ અને રાજકોટમાં ૧૬૯ ખૂનની કોશિશનાં ગુનાઓ નોંધાયા છે. ગુનાખોરીઓમાં મોખરે અમદાવાદ દ્વિતીય સુરત, તૃતીય વડોદરા અને ચોથા નંબરે સુરત છે.

Leave a Reply

Your email address will not be published.